- 8 નવેમ્બર સોમવારે પણ ખુલ્લુ રહેશે સાયન્સ સિટી
- સાયન્સ સિટીની શનિવારે 10,000 લોકોએ લીધી મુલાકાત
- દિવાળીના વેકેશનમાં વિવિધ પ્રકલ્પોને જોવા માટે રાજ્યભરમાથી આવી રહ્યા છે લોકો
અમદાવાદ : સાયન્સ સિટી(Science City) અમદાવાદનું સૌથી મોટું આકર્ષણ દિવાળીની રજાઓમાં(Diwali festival) બની રહ્યું છે. હમણાં જ નવા પ્રકલ્પોનું ઉદઘાટન થયું હતું એવું સાયન્સ સિટીમાં મુલાકાતીઓ માટે ખાસ પ્રકારનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. કરોડોના ખર્ચે તૈયાર થયેલી એક્વાટિક ગેલેરી મુલાકાતીઓ માટે ખાસ સાબિત થઇ રહી છે. અત્યાર સુધી છેલ્લા બે વર્ષમાં મુલાકાતીઓનો આટલો મોટો ઘસારો પહેલીવાર જોવા મળ્યો હતો.
લોકોના ઘસારાને જોતા આવતી કાલે પણ ખુલ્લું રહે સાયન્સ સિટી
આ અંગે સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેકટર નરોત્તમ શાહુએ જણાવ્યુ હતુ કે, સાયન્સ સિટીમાં આકર્ષણનું કેન્દ્ર એવા વિવિધ પ્રકલ્પોને જોવા માટે રાજ્યભરમાંથી જુદા લોકો સાયન્સ સિટીની મુલાકાતે આવી રહ્યા છે. દિવાળી વેકેશનમાં અને તેમાં પણ ખાસ કરીને શનિવાર અને રવિવારે 26,578 લોકોએ મુલાકાત લીધી હતી. જેમાં શનિવારે 10,000 જ્યારે રવિવારના રોજ 16,578 લોકોએ મુલાકાત લીધી હતી. લોકોની સવલતના કારણે સાયન્સ સિટી સોમવારના દિવસે પણ ચાલુ રાખવાનો નિર્ણય મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં સાયન્સ સિટી પ્રિમાઇસમાં મચ્છરના બ્રિડિંગ મળી આવતા ૧૦ હજારનો દંડ
આ પણ વાંચોઃ અમદાવાદ સાયન્સ સિટી ખાતે 250 કરોડના ખર્ચે એક્વેટિક-રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક શરૂ થશે