અમદાવાદ શહેરનું ગ્રીન કવર વધારવા માટે સૌપ્રથમવાર 10 લાખ વૃક્ષોના વૃક્ષા રોપણનું MISSON Million આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ અમદાવાદ શહેરની NGO, સ્વૌચ્છિક સંસ્થાઓ તેમજ 5000 જેટલા વોલ્ન્ટિયર્સે વૃક્ષોની માવજત માટે નોંધણી કરાવી છે.
આ ઉપરાંત ભારતભરમાં સૌપ્રથમવાર અમદાવાદ શહેર એક અનોખા પ્રયત્નના ભાગરૂપે ગમે ત્યાં કચરો ફેંકનાર, જાહેરમાં થુંકનાર, પેશાબ કે ગંદકી કરનાર સામે તાત્કાલિક કાર્યવાહી કરવા મ્યુન્સિપાલ કોર્પોરેશન અને પોલીસ ની કુલ 5 સભ્યોની સંયુક્ત ટીમ (જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ) ખાસ તૈયાર કરવામાં આવેલી ઈ- રીક્ષા દ્વારા શહેરના 48 વોર્ડમાં સઘન ચકાસણી કરશે. સાથે જ મુખ્યપ્રધાન એનું ફ્લેગ ઑફ કરશે.
દિન પ્રતિદિન વધી રહેલા એર પોલ્યૂશન ઘટાડવાના ભાગરૂપે વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રિકલ વાહનોનો ઉપયોગ થાય તે માટે જુદા-જુદા સ્થળોએ ઇલેક્ટ્રિકલ ચાર્જિંગ પોઇન્ટ સુવિધા પુરી પાડવા માટે EESL (Energy efficient services limited ) વચ્ચે MOU કરવામાં આવશે.