● ગુજરાતમાં 06 મહાનગરપાલિકાની ચૂંટણીઓ
● 500 કરતા વધુ બેઠકો માટે નોંધાઈ દાવેદારી
● ભાજપમાં 7000 કરતા વધુ ટિકિટના દાવેદારો
અમદાવાદઃ ગુજરાતમાં મીની વિધાનસભા સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણીઓમાં ગુજરાતના 04 કરોડ કરતા વધુ લોકો સીધો ભાગ લેશે. એટલે કે ગુજરાતના કુલ વોટર્સના 90 ટકા જેટલા મતદાતાઓ. ગુજરાતમાં 2022 ની વિધાનસભાની ચૂંટણી પહેલા આ ચૂંટણી ખૂબ જ મહત્વ ધરાવે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સૌપ્રથમ ગુજરાતના મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરની ચૂંટણીઓ 21 મી ફેબ્રુઆરીએ યોજાનાર છે. જેનું પરિણામ 23 ફેબ્રુઆરીએ જાહેર થશે. જેમાં મોટા પક્ષોએ ઉમેદવારી પસંદગીની કામગીરીમાં સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. આ ફોર્મની છણાવટ થશે. ત્યારબાદ પ્રાદેશિક ચૂંટણી સમિતિ ઉમેદવારોના નામ જાહેર કરશે. જે લગભગ તમામ મહાનગરપાલિકાઓ માટે 03 ફેબ્રુઆરી સુધીમાં જાહેર થવાની સંભાવના છે.
● ભાજપમાં ટિકિટ માગવાથી લઈને ઉમેદવાર જાહેર કરવા સુધી એક સુદૃઢ પ્રક્રિયા
આ વખતની કોર્પોરેશનની ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષ તરીકે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, AIMIM જેવા પક્ષો દેખાઇ રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીને લઈને સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, તો આમ આદમી પાર્ટીએ તો વ્યાપક જનસંપર્ક ઉપરાંત ઉમેદવારોના લિસ્ટ પણ જાહેર કરી દીધા છે. ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે, તેનું સંગઠન માળખું પણ ખૂબ જ મજબૂત છે. કોઈપણ ચૂંટણીમાં એક નિશ્ચિત પ્રક્રિયા અંતર્ગત આ પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવે છે. આ ચૂંટણીઓમાં ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગી માટે પ્રથમ તો આ બધી જ મહાનગરપાલિકાઓમાં વોર્ડ દીઠ 03 નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી. જેમણે 24 થી 26 જાન્યુઆરી સુધીમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી હતી. નિરીક્ષકોએ જે-તે વોર્ડમાં જઈને ટિકિટ વાંચ્છુ એવા ઉમેદવારોના બાયોડેટા કલેક્ટ કર્યા હતા. આ નિરીક્ષકોમાં સાંસદ, પૂર્વ સાંસદ, ધારાસભ્ય, સંગઠનના હોદ્દેદારો, શહેર અને જિલ્લા પ્રમુખોનો સમાવેશ કરાયો હતો. આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં નિરીક્ષકો પાસે ઉમેદવારી નોંધાવવા 07 હજાર જેટલા બાયોડેટા આવ્યા છે.
રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ, 7 હજાર જેટલા દાવેદારો નોંધાયા - કોર્પોરેશન ચૂંટણી
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ભાજપ પક્ષ દ્વારા દાવેદારી નોંધવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યમાં ભાજપમાં 7000 કરતા વધુ દાવેદારો નોંધાયા છે.