વિરમગામઃ માંડલ તાલુકાના વિંઝુવાડા ગામના આગેવાન તથા માંડલ ભાજપ સંગઠનમાં બક્ષી પંચ મોરચાના પ્રમુખ તથા તેમના પત્ની તાલુકા પંચાયત માંડલ વોર્ડ નંબર-1 પર ભાજપમાંથી ચૂંટાઈ આવ્યા હતા. મહેશ ચાવડાને તાજેતરમાં લીંબડી વિધાનસભાના ઈન્ચાર્જ બનાવાયા છે. તેઓ લીંબડી વિધાનસભાના ઈન્ચાર્જ બનતા માંડલ તાલુકા ભાજપ સંગઠન દ્વારા તેમની અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમજ માંડલ અને તાલુકાના ભાજપ કાર્યકરોમાં ખુશી અને આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. મહેશ ચાવડાને લીંબડી વિધાનસભાના ઈન્ચાર્જ બનાવતા માંડલ તાલુકા ભાજપ સંગઠન અને તાલુકાના ભાજપ કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી.
માંડલના ભાજપના આગેવાનને લીંબડી વિધાનસભા બેઠકના ઈન્ચાર્જ બનાવાયા - લીંબડી વિધાનસભા
માંડલ તાલુકાના વિંઝુવાડા ગામના આગેવાન તથા ભાજપ સંગઠનના બક્ષીપંચ મોરચાના પ્રમુખને લીંબડી વિધાનસભાના ઈન્ચાર્જ તરીકે નિમવામાં આવ્યા છે. માંડલ તાલુકા ભાજપ સંગઠન દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.