ETV Bharat / state

Example of communal unity : અમદાવાદમાં મહિલાની અંતિમયાત્રામાં કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું, અંતિમક્રિયામાં 150થી વધુ મુસ્લિમો જોડાયા - કોમી એકતાનું ઉદાહરણ

જુહાપુરા વિસ્તારમાં રહેતા મધુબેનનું માંદગી બાદ અવસાન થતા તેમની અંતિમ ક્રિયામાં 150થી પણ વધુ મુસ્લિમ આગેવાનો જોડાયા હતા જ્યાં તેમને એકતાનું પ્રતીક દર્શાવ્યું હતું. સાથે જ તેમના આગેવાનો જણાવી રહ્યા છે કે જે પ્રમાણે હિન્દુ ધર્મના વિધિવિધાન મુજબ જે પણ અંતિમ ક્રિયા કે તેમની વિધિ કરવામાં આવતી હશે. તે તમામ વિધિ મુસ્લિમ સમાજના આગેવાનો કરશે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 20, 2023, 8:49 PM IST

Example of communal unity

અમદાવાદ : અમદાવાદના જુહાપુરા વિસ્તારને સંવેદનશીલ વિસ્તાર ગણવામાં આવે છે. કારણ કે, આ વિસ્તારની અંદર સૌથી વધુ મુસ્લિમ સમાજના સંપ્રદાયના લોકો રહે છે. પરંતુ આ વિસ્તારમાં કોમી એકતાનું પ્રતિક જોવા મળી આવ્યું છે. જુહાપુરા વિસ્તારમાં રહેતા મધુબેનનું માંદગી બાદ અવસાન થતાં તેમની અંતિમ ક્રિયામાં 150થી પણ વધુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહી તેમની અંતિમ ક્રિયામાં જોડાયા હતા.

કોમી એકતાનું પ્રતિક જોવા મળ્યું : મધુબેન અમારા બાજુમાં અંદાજિત 40થી 45 વર્ષથી રહેતા હતા. અત્યાર સુધી અહીંયા કોઈ પણ પ્રકારનો હિન્દુ કે મુસ્લિમનો ભેદભાવ રહ્યો નથી. અહીંયા તમામ લોકો એક સાથે રહે છે. સમગ્ર જુહાપુરામાં એક હિંદુ પરિવાર છે કે જે અહીંયા છેલ્લા 50 વર્ષથી રહેતું હતું. અહીંયા અમે તમામ તેમના તહેવાર હળી મળીને ઉજવીએ છીએ અને એક જ સાથે રહીએ છીએ. માનવતા એ જ સાચો ધર્મ છે. તેનાથી મોટો ધર્મ કોઈ હોઈ શકે નહીં. - મોહમ્મદ શેખ

વિસ્તારમાં ફક્ત એકજ હિંદુ પરિવાર રહેતો હતો : જુહાપુરા વિસ્તારને મુસ્લિમ વિસ્તાર જ ગણવામાં આવે છે. પરંતુ તે વિસ્તારમાં E વોર્ડમાં રહેતા મધુબેન નવીનલાલનો પરિવાર છેલ્લા 40થી 45 વર્ષથી અહીંયા જ વસવાટ કરી રહ્યા છે. મધુબેનની તબિયત ખરાબ હોવાના કારણે તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેમનો પાર્થિવ દેહ તેમના નિવાસ સ્થાન જુહાપુરા લાવીને મુસ્લિમ સમાજના લોકો દ્વારા તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ અંતિમ વિધિ દરમિયાન કોમી એકતાનું પ્રતિક જોવા મળી આવ્યું હતું.

અંતિમયાત્રામાં હિંદુ કરતા મુસ્લિમો વધું જોવા મળ્યા : મધુબેનની અંતિમ યાત્રા મુસ્લિમ સમાજના અંદાજિત 150થી પણ વધુ લોકો જોડાયા હતા. જ્યારે બીજી બાજુ હિન્દુ સમાજ અને તેમના પરિવારના અંદાજે 10થી 15 લોકો જ આ સ્મશાનયાત્રામાં જોડાયા હતા. સ્મશાન યાત્રા તેમના નિવાસસ્થાન જુહાપુરાથી નીકળીને જમાલપુર ફૂલબઝારની સામે આવેલ સ્મશાન ગૃહ ખાતે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યુ હતું કે, મધુબેનને જે પણ હિન્દુધર્મ મુજબ વિધિ વિધાન પ્રમાણે ક્રિયાકર્મ કરવામાં આવ્યું હતું. તેઓ અમારા પરિવારની જેમ જ હતા. તેથી તે અમારી સાથે રહ્યા નથી તેનું પણ અમને દુઃખ છે.

  1. Rajiv Gandhi's Birth Anniversary: રાજીવ ગાંધીની જન્મજયંતી નિમિત્તે અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા પદયાત્રા યોજાઈ
  2. Accident on Gangotri highway : ઉત્તરાખંડના ગંગોત્રી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, મુસાફરોથી ભરેલી બસ ખાડામાં ખાબકતા 7 ગુજરાતીઓના થયા મોત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.