ETV Bharat / state

લ્યો બોલો! જાણે કોર્પોરેટરોના ઘરે પાણી ન આવતુ હોય તેમ ડોલ લઈને પહોંચ્યા કમિશ્નરના ઘરે - Congress protested

અમદાવાદમાં કોર્પોરેશનના વિરોધ પક્ષ દ્વારા પાણીની સમસ્યાનો વિરોધ કરરવામાં (Water problem in Ahmedabad)આવ્યો હતો. વિપક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરના ઘરે જઈને પાણી આપનો સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ વિરોધ પક્ષના નેતા કોર્પોરેટર સાથે નહાવાના ટબ અને રૂમાલ લઈને પાણી આપો પાણી આપોના સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Water problem in Ahmedabad: લ્યો બોલો! કોંગ્રસેના કોર્પોરેટરો મ્યુનિ. કમિશનરના ઘરે ડોલ લઈને નાહવા પહોંચ્યા

author img

By

Published : May 12, 2022, 5:48 PM IST

અમદાવાદ : શહેરના કોર્પોરેશન વિરોધ પક્ષ દ્વારા અનોખો વિરોધ કરવામાં (Water problem in Ahmedabad)આવ્યો હતો. શહેરમાં ચાલી રહેલી પાણી સમસ્યાનો વિરોધ કરવા મ્યુનિસિપલ કમિશનરના ઘરે જઈ પાણી આપનો સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. શહેરના કેટલાક વિસ્તારમાં પાણીનું પ્રેશર ઓછું આવવું કે કેમિકલ યુક્ત પાણી આવવાની ફરિયાદ હોવા છતાં (Ahmedabad Municipal Corporation)કોઈ નિરાકરણ ના આવતા કોંગ્રેસના કોર્પોરેટર લો ગાર્ડન પાસે આવેલા મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા ઘરે જઈ વિરોધ કર્યો હતો.

પાણી મુદ્દે કોંગ્રેસનો વિરોધ

આ પણ વાંચોઃ ધરોઈ જળાશય યોજનામાં પાણી ઓછું, સારો વરસાદ નહીં પડે તો ઉત્તર ગુજરાત રહેશે તરસ્યું

ગંદુ અને કેમિયુક્ત પાણી - કોર્પોરેશન વિપક્ષ નેતા શહેઝાદખાને જણાવ્યું હતું કે, અમદાવાદ કોર્પોરેશન તંત્ર છેલ્લા દસ વર્ષથી અમદાવાદ શહેરની જનતાને મૂર્ખ બનાવી રહી છે. 24 કલાક શહેરમાં(Water Crisis in Gujarat ) પાણી આપવાની વાત કરતી આ સરકાર 1 કલાક પણ પૂરતું પાણી આપી શકતી નથી. આજે અમદાવાદ શહેર કેટલાય એવા વિસ્તાર છે. જ્યાં પાંચ મિનિટ પણ પાણી આવતું નથી. જ્યાં પાણી આવે છે. ત્યાં ગંદુ અને કેમિયુક્ત પાણી આવે છે.

આ પણ વાંચોઃ અમદાવાદીઓ શેરડીનો રસ, સિકંજી કે શરબત પીતા હોવ તો રાખજો સાવધાની, નહીં તો રોગચાળાનો થશો શિકાર

મ્યુનિશિપલ કમિશનરના નિવાસસ્થાને વિરોધ - અમદાવાદ મ્યુનિશિપલ કમિશનર લોચન સહેરાના નિવાસસ્થાને આજે વહેલી સવારે કોર્પોરેશન વિરોધ પક્ષના નેતા કોર્પોરેટર સાથે નહાવાના ટબ અને રૂમાલ લઈને પાણી આપો પાણી આપોના સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં નવરંગપુરા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે. ત્યારે પાણી જરૂરિયાત ઉભી થાય છે. અમદાવાદના ગોમતીપુર અને મકતમપુરા વિસ્તાર પણ પાણીની સમસ્યાને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા હતા. જેમાં કેમિકલ યુક્ત પાણી અને પાણીનું પ્રેશર ઓછું આવતું હોવાની ફરિયાદો સામે આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.