અમદાવાદઃ NSUI દ્વારા અમદાવાદની વિવિધ કોલેજોમાં વહેલી સવારથી જ સૂત્રોચ્ચાર અને પોસ્ટરો સાથે જ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવનારી પરીક્ષાઓને લઇ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તો બીજી તરફ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પહોંચ્યાં હતાં. જ્યાં આગળ કુલપતિની ગાડી દેખાતાંની સાથે જ NSUIના વિદ્યાર્થીઓએ કુલપતિનો ઘેરાવ કર્યો હતો અને પરીક્ષા રદ કરવાની માગણી સાથે અડગ રહ્યાં હતાં.
અમદાવાદમાં NSUIએ કર્યો વિરોધ, યુનિવર્સિટી પાસે કર્યો કુલપતિનો ઘેરાવ - ગુજરાત યુનિવર્સિટી કુલપતિ
દેશમાં એક તરફ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ હાલ ચર્ચાનો વિષય બની છે. કારણકે, યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓ જાહેર કરવામાં આવતાં જ વિદ્યાર્થી સંગઠનોમાં વિરોધ જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં NSUIએ કર્યો વિરોધ, યુનિવર્સિટી પાસે કર્યો કુલપતિનો ઘેરાવ