અમદાવાદ: શહેરના સરસપુર વિસ્તારમાં કલ્પેશ પટણી અને તેમની પત્ની પોતાના સ્વજનના ઘરે ગયા હતા. ત્યારે તેઓ ઘરમાં વાતો કરી રહ્યા હતા ત્યારે, કલ્પેશભાઈની દીકરી કોમલ બહાર રમી રહી હતી. ત્યારે પડોશમાં રહેતા વ્યક્તિ તેમની દીકરીને ગાળો બોલતો હતો. જેથી કલ્પેશભાઈના કાકીએ તેમને અપશબ્દો ન બોલવા જણાવ્યું હતું. જેથી પાડોશી ઉશ્કેરાઈને કાકી, કલ્પેશભાઈ અને તેમન પત્ની પર ડંડા વડે હુમલો કર્યો હતો.
હુમલામાં મહિલાઓને ઇજા પહોંચી હતી. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તેેેેમજ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
અમદાવાદમાં પાડોશીએ મહેમાન સહિતની મહિલા પર દંડા વડે કર્યો હુમલો - Saraspur area of ahemdabad
અમદાવાદ શહેરમાં જૂની અદાવત હોવાથી ઘરે આવેલા મહેમાનને પાડોશીઓએ ફટકાર્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પડોશમાં રહેતા યુવકોએ આવેલા મહેમાન સહિત ઘરની મહિલાઓને પાઇપ અને ડંડા વડે મારતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.