અમદાવાદ : કેન્સર જેવા રોગ અનેક દર્દીઓમાં ફેલાતો હોય છે, ત્યારે લોકો વાયીકા મુજબ કે આ રોગનો કોઇ પણ જાતનો ઇલાજ નથી. પણ ના તે વાત ખોટી છે. કારણ કે આ અંગે સ્ટેટ કેરના ડૉ. વિકેશ શાહે જણાવ્યું હતું કે કેન્સરના વિવિધ તબક્કે સારવારમાં ઉપયોગી નીવડે તેવી કેન્સર ઇમ્યુનો થેરાપી ઓનકોબ્લિકસ રજુ કરી છે.
ઓનકોબ્લિકસ એ ઓટોલોગોસ સારવાર છે, જેમાં દર્દીના પિતાના વ્હાઇટ બ્લડ સેલ્સ ઉપયોગ કરીને તેનું કેન્સર સ્પેફીકિસ એપીસીમાં રૂપાંતર કરવામાં આવે છે. તેનાથી સાયટોટોકિસક ટી સેલ અને ઇમ્યુન સેલ સતેજ બને છે અને કેન્સરને અગાવ વધવામાં વિલંબ કરે છે અને દર્દીના સાજા થવાની સ્થિતિમાં સુધારો થાય છે.