અમદાવાદ: રાજ્યમાં ઘણા બધા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા છે. ત્યારે તે બાંધકામને પણ સરકાર દ્વારા તોડીને જગ્યા પૂરી કરવામાં આવતી હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં અનેક ગેરકાયદેસર બાંધકામ તોડવાની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આજ અમદાવાદના સરદાર નગર માં જ સિંધી સમાજ દ્વારા તૈયાર કરવામાં કોમ્યુનિટી હોલ ગેરકાયદેસર હોવાથી તે તોડવાનું માટે એસટીડી ભાગી પરંતુ ભાજપના જ કોર્પોરેટર દ્વારા તે બાંધકામ તોડતા રોકાવ્યું હતું.
"જે મકાન છે તેની નોટિસ પાઠવવામાં આવી હતી. આજ ગેરકાયદેસર બાંધકામ માટે AMC એસ્ટેટ વિભાગ દ્વારા તે મકાન બાંધકામ તોડવા માટે પહોચ્યું હતું. ત્યારે સ્થાનીક લોકોનું ટોળુ એકઠુ થઈ ગયું હતું. જેના કારણે મકાન તોડી શક્યા નથી. પણ આગામી સમયમા ફરીએકવાર કાર્યવાહી કરી તે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવશે."-- દેવાંગ દાણી (સ્ટેન્ડિંગ કમિટી, ચેરમેન)
લોકો ભેગા થઈ વિરોધ: અમદાવાદના સરદાર નગર વિસ્તારમાં હેમુ કલાની કોમેડી હોલ પાસે જે કાયદેસર બાંધવામાં આવેલ સત્સંગ ભવન તોડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી હતી. ત્યારે ભાજપ કોર્પોરેટર સન્નીખાન ચંદાણી અને કંચન પંચવાણી તેમજ સિંધી સમાજના લોકો ભેગા થઈ વિરોધ દર્શાવ્યો હતો. આ ભવન બનાવનાર માલિકને તેમજ સમાજના લોકોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રણ વખત નોટિસ આપવામાં આવી છે. તેમ છતાં બાંધકામ તોડવામાં આવ્યું ન હતું. ત્યારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગ દ્વારા બાંધકામ તોડવા માટે પહોંચી હતી.\
હોલ બે માળનો તૈયાર: એસ્ટેટ વિભાગ દ્વારા સરદારનગરમાં હેમુ કાલાણી હોલ તોડવા પહોંચી ત્યારે ભાજપના જ કોર્પોરેટર દ્વારા આ બાંધકામ ગેરકાયદેસર હોવા છતાં તે બાંધકામને તોડતું રોકવા માટે પહોંચ્યા હતા. આ હોલ બે માળનો તૈયાર કરવામાં આવ્યો હતો. એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આ પહેલા પણ નોટિસ આપવામાં આવી હતી. કોઈપણ પ્રકારનો પ્લાન પાસ કર્યા વિના જ આ બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જેની પણ નોટિસ આપવામાં આવી હતી. બાંધકામની પરમિશન પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી લેવામાં ન આવી હતી. જેને લઈને એસ્ટેટ વિભાગ દ્વારા આ બાંધકામ તોડવાની ફરજ પડી હતી. પરંતુ ભાજપના જ કોર્પોરેટર સંનીખાન ચંદાણી બાંધકામ તોડતું રોકવા માટે પહોંચ્યા હતા.