ETV Bharat / state

Ahmedabad Viral Video: મણિનગરમાં ચાલુ બાઈકે સ્ટંટબાજી પડી ભારે, પોલીસ કરી ધરપકડ

અમદાવાદના મણિનગર રોડ પર ચાલુ બાઈકે સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો હતો. ટ્રાફિક પોલીસ વાયરલ વીડિયોના આધારે વાહનનો નંબર મેળવીને બાઈકચાલકની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 14, 2023, 6:57 PM IST

ચાલુ બાઈકે સ્ટંટ કરતા યુવકની ધરપકડ

અમદાવાદ: અમદાવાદ શહેરમાં રોડ ઉપર સ્ટંટબાજી કરવા મામલે ફરી એક વાર વાયરલ થયેલા વીડિયોને પગલે ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરીને વાહનચાલકની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક બાઈક ચાલક રામબાગથી મણિનગર રેલવે સ્ટેશન તરફ જતા રોડ ઉપર ચાલુ બાઈકે સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. તે વીડિયો ટ્રાફિક પોલીસના ધ્યાને આવતા સમગ્ર મામલે તપાસ કરીને વાહન ચાલકને ઝડપી પાડ્યો છે.

ચાલુ વાહને સ્ટંટ: ચાલુ વાહને સ્ટંટ કરવાનું ચલણ યુવાનોમાં દિવસને દિવસે વધી રહ્યું હોય તે પ્રકારની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. હાલમાં જ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે મેઘાણીનગર તેમજ એસ.જી હાઇવે ઉપર ચાલુ વાહને સ્ટંટ કરનારા યુવકોને પકડીને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. ત્યારે વધુ એક એ જ પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવતા રામબાગથી મણિનગર રેલવે સ્ટેશન તરફ જતા રોડ ઉપર એક બાઈક ચાલક ચાલુ બાઈકે ઊભા થઈને સ્ટંટ કરતો હોય તે પ્રકારનું જોવા મળ્યું હતું.

યુવકની ધરપકડ: વાયરલ વીડિયો ટ્રાફિક પોલીસ પાસે પહોંચતા જ વાહનના નંબરના આધારે ઇસનપુર વિસ્તારમાં રહેતા વિપુલકુમાર રાણા નામના 40 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે યુવક સામે જે ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે ગુનો દાખલ કરી તેનું વાહન કબજે કરવામાં આવ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા શહેરીજનોને ચાલુ વાહને સ્ટંટ ન કરવાની અપીલ કરી છે.

વાહન ડિટેઈન: આ અંગે અમદાવાદ ટ્રાફિક પૂર્વ DCP સફિન હસને જણાવ્યું હતું કે આ વીડિયો પોલીસના ધ્યાને આવતા વાહનના નંબરના આધારે ચાલકને ઝડપી તેની સામે ગુનો નોંધી વાહન ડિટેઈન કરવામાં આવ્યું છે. ચાલુ વાહને સ્ટંટ કરવા ન જોઈએ. આવી કોઈ પણ બાબત અમારા ધ્યાને આવશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

  1. Ahmedabad News: SG હાઈવે પર બાઈકનો સ્ટંટ કરનારા યુવકની ધરપકડ કરાઈ
  2. Rajkot Viral Video: રાજકોટના દાદાએ કર્યા બાઈક પર સ્ટંટ, વીડિયો વાયરલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.