ચીનના શાસનથી તિબેટને આઝાદ કરાવવા લાંબા સમયથી સંઘર્ષ કરીને પોતાનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માગે છે. ફ્રી તિબેટ અને સેવ ઇન્ડિયા લખેલી સાયકલ પર દેશભરમાં હજારો કિમીની યાત્રા કરી રહ્યા છે સંદેશ મેશ્રામ. લોકો સુધી પોતાનો સંદેશો પહોંચાડવા સંદેશ મેશ્રામેં 100 દિવસની યાત્રા શરૂ કરી છે.
સંદેશ મેશ્રામે વાતચીતમાં જણાવ્યું હતું કે, 1 ડિસેમ્બરથી આઝાદ તિબેટ અને સુરક્ષિત ભારતના સંકલ્પ તેમજ ચીન દ્વારા તિબેટની પ્રજા પર જે અમાનુષી અત્યાચાર, પર્યાવરણને થઇ રહેલું નુકસાન અને કૈલાસ માનસરોવરના મુક્તિ તથા પૂ.દલાઈ લામાને ભારતરત્નથી સન્માનવામાં આવે.
વિગતો મુજબ, હિમાચલ પ્રદેશથી શરૂ થયેલી યાત્રા કર્ણાટક પહોંચશે. 1લી ડિસેમ્બર 2019ના યાત્રા શરૂ થઈ હતી. જે પંજાબ,ચંડીગઢ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન થઈને અમદાવાદ પહોંચી હતી. જે યાત્રા હવે 10 માર્ચ 2020ના રોજ કર્ણાટક પહોંચશે.