ETV Bharat / state

જો જો, ટ્રમ્પને જાણ ન થઈ જાય કે, ભારતમાં ગરીબી પણ છે!!!

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની 24 ફેબ્રુઆરીની અમદાવાદ મુલાકાતને લઇને પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યું છે. આ તૈયારીઓ વચ્ચે ગુરુવારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી લઇ ઈન્દિરા બ્રિજને જોડતા રોડ પર સરણીયા પાસે દીવાલ બનાવવામાં આવી રહી છે. જેને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ એએમસી પર ઝૂંપડાઓ ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપો થઈ રહ્યા છે. આ અંગે અમદાવાદના મેયર બિજલ પટેલે કહ્યું કે, મેં હજુ સુધી કંઈ જોયું નથી અને તે અંગે કંઈ જાણતી નથી.

amc
અમેરિકા
author img

By

Published : Feb 13, 2020, 11:37 PM IST

Updated : Feb 13, 2020, 11:46 PM IST

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ પટેલે જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા જ આ કામગીરી થઇ રહી છે અને ઉત્તર ઝોન દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. મહત્વની વાત છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્નીને અમદાવાદના સ્ટેડિયમ અને ગાંધી આશ્રમ સુધી રોડ બતાવવા સમગ્ર રૂટ પર લાઇટ લગાવવામાં આવશે.

અમદાવાદમાં ઝુપડાંઓને દિવાલથી ઢાંકી AMCએ ગરીબીની પોલ ખોલી...

ઉપરાંત ફૂલ-છોડ અને જરૂરી સુશોભન કરવામાં આવશે. એરપોર્ટ સર્કલથી ગાંધી આશ્રમ સુધી થનારા રોડ શો માટે બેસ્ટ બનાવવાની કામગીરી પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. એરપોર્ટ ગાંધી આશ્રમ અને સ્ટેડિયમના રૂટ પર મોદી અને ટ્રમ્પની આકારમાં હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવશે. સમગ્ર રૂટ પર ફાયર બ્રિગેડની ગાડીઓ તહેનાત કરવામાં આવશે.

Last Updated : Feb 13, 2020, 11:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.