ઉત્તરાયણના તહેવારમાં દોરી વાગવી, અગાશી પરથી પડી જવું કે અન્ય દુર્ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આવી દુર્ઘટનાઓને પહોંચી વળવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ પુરી રીતે તૈયાર છે. સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગ, સર્જરી, ન્યુરોલોજી સહિતના તમામ વોર્ડમાં દર્દીની સારવાર માટે અગાઉથી જ તૈયારીઓ કરવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાઠોડના જણાવ્યા મુજબ તમામ સિનિયર ડોકટર 14 અને 15 જાન્યુઆરીએ ખડેપગે હાજર રહેશે. તમામ વોર્ડમાં જરૂરી સાધનો પણ પુરતા પ્રમાણમાં રાખવામાં આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ડોક્ટર્સની રજા રદ કરવામાં આવી છે.