અમદાવાદ: ગોતામાં દેશના 50થી વધુ મોટા રાજવી પરિવારોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ 2036માં ભારત ઓલમ્પિકની યજમાની કરશે ત્યારે ગુજરાત અને ભારત દેશના યુવાનો વધુને વધુ મેડલો પ્રાપ્ત કરે તેને ધ્યાનમાં લઈને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા એક ખાસ પ્લેટફોર્મ પુરુ પાડવાની જાહેરાત આજે કરવામાં આવી હતી. જેમાં વર્ષ 2024માં પાટીદાર સમાજ ગુજરાત દેશના પાંચ રાજ્યો અને પાંચ ફોરેન કન્ટ્રીમાં ઓલમ્પિયાડનું આયોજન કરશે.
'આજની યુવા પેઢીને આધ્યાત્મિકતા સા થે અને રાષ્ટ્ર ચેતના સાથે જોડવા ખૂબ જ જરૂરી છે. રમત-ગમત યુવાનોને ગમતો વિષય છે. ત્યારે આ કોન્સેપ્ટ સાથે ઓલમ્પિયાડનું આયોજન ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કરવા જઈ રહ્યા છીએ. આ ઓલમ્પિયાડમાં જે કોઈ યુવાનો ભાગ લેશે તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી સપોર્ટ કરવામાં આવશે, જેમાં 11 જેટલી રમતો છે. રમતોમાં અંદાજિત 50,000 થી વધારે વિદ્યાર્થીઓ ખેલાડીઓમાં ભાગ લેવાના છે.'- આર.પી.પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, પ્રેસિડેન્ટ
જે ખેલાડીઓમાં ટેલેન્ટ છે તેમને સપોર્ટ કરવાથી એ નેશનલ લેવલ ઉપર પોતાનું પર્ફોમન્સ આપી શકે એમ છે એવા ખેલાડીઓને ઇન્ટરનેશનલ લેવલ ઉપર એમને ટ્રેનિંગ આપીને આગળ વધારવામાં આવશે. આ પ્રકારના અભિગમને લઈને 2036માં ઓલિમ્પિકમાં દેશ અને ગુજરાતમાંથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લે અને પોતાનું નામ રોશન કરે એટલા માટે આ સ્પોર્ટ્સ ઓલમ્પિયાડનું એક આયોજન સંસ્થાએ વિચાર્યું છે. આ કાર્યક્રમ ગુજરાતના 33 જિલ્લાઓ, 8 મહાનગરપાલિકા, દેશના 5 રાજ્યો અને પાંચ કન્ટ્રીમાં થશે. - આર.પી.પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, પ્રેસિડેન્ટ
ગુજરાતના યુવાનો IAS, IPS બને તે માટે શ્રેષ્ઠ વ્યવસ્થા: આર.પી. પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના વિદ્યાર્થીઓ વધુમાં વધુ વહીવટી તંત્ર, પોલીસતંત્ર અને ન્યાયતંત્રમાં જાય એ માટેના સતત પ્રયત્નો આ સંસ્થા કરી રહી છે. 2011થી ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ડેવલોપમેન્ટ કાઉન્સિલથી આ એક વિચારનો બીજ રોપ્યો હતો, ત્યારે સતત દસ વર્ષ સુધી મહેનત કરેલા અંતે પણ જ્યારે મને એવું લાગ્યું કે ગુજરાતના વિદ્યાર્થીઓ હજી પણ જોઈએ તેટલા પ્રમાણમાં IASની પરીક્ષાને ક્રેક કરી શકતા નથી એટલા જ માટે આ એકેડમીમાં સ્પેશિયલ દિલ્હીની એકેડેમી સાથે તેને ટાઈઅપ કરવામાં આવ્યું છે. કોઈપણ ભોગે ગુજરાતના વિદ્યાર્થીઓ વધુમાં વધુ આઈએસ અને આઈપીએસ બને તે માટે એક અભિયાન ચલાવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત આઇએએસ એકેડેમીએ ગાંધીનગરનો વિચાર કર્યો છે. જ્યારે આ એકેડેમિકના મેન્ટર તરીકે ગુજરાત સરકારના પુર્વ મુખ્ય સચિવ ડી.જી.પંડિયન છે. આમાં તમામ સમાજના વિદ્યાર્થીઓ માટે નજીવી ફીમાં IAS, IPS તૈયાર કરાવવામાં આવશે.
આર.પી. પટેલે વધુમાં જણાવ્યું હતું કે દિવસેને દિવસે આજના યુવાનોમાં રાષ્ટ્ર વિરોધી પરિબળો સામે પ્રતિકાર કરવાની માનસિકતા ક્યાંક ને ક્યાંક ઘટતી જાય છે. ઘટતી જતી માનસિકતાને ફરીથી સંચારિત કરવા માટે ફરીથી રાષ્ટ્રનો પ્રાણ પૂરવા માટે એક રાષ્ટ્ર ચેતનાનું આયોજન કરવું ખૂબ જરૂરી લાગ્યું ત્યારે આધ્યાત્મિકને લઈને સરદાર સાહેબમાં રહેલી જે ભાવના છે એ આજની યુવા પેઢીમાં એ પ્રજ્વલિત થાય એવા ભાવ સાથે આ સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તે રાજવીના સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.