અમદાવાદ: શહેર સ્થિત રાજ્યભરમાં પ્રજાજનોએ ખાસ કરીને યુવાનો હોળી ધૂળેટીના પર્વની હર્ષોલ્લાસ અને મોજમસ્તી સાથે ઉજવણી કરતા હોય છે, ત્યારે આ વખતે પાણી બચાવવાના અને ઇકો ફ્રેન્ડલીના અનોખા કન્સેપ્ટ સાથે શહેરમાં બધી જગ્યાએ હોળી મનાવવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો ભગવાન સાથે હોળી રમવા માટે ઉમટી પડ્યા હતા. ભગવાનને પણ રંગબેરંગી રંગોથી રંગવામાં આવ્યા હતા. તેમજ ભક્તો પણ ભક્તિના રંગમાં રંગાયા હતાં.
હોળી-ધુળેટીના તહેવારને લઇ રાજ્યભરમાં પ્રજાજનોમાં ઘણો ઉત્સાહ અને આનંદ જોવા મળે છે. હોળીના પર્વ નિમિત્તે હોલિકા દહન અને ધાર્મિક આસ્થાની પરિપૂર્તિ બાદ ધૂળેટીના દિવસે શહેરમાં રંગબેરંગી રંગોનો માહોલ છવાયો હતો. અમદાવાદમાં ક્લબોમાં આ વખતે કોરોના વાયરસના પગલે ઉજવણી બંધ રાખી હતી, તો અમુક જગ્યાએ લોકોના ટોળા જોવા મળ્યાં હતાં.