અમદાવાદ: RSS 2024ની ચૂંટણી પહેલા ગુજરાતમાં પોતાનો પાવર બતાવશે. RSSના વડા મોહન ભાગવત ફરી એકવાર ગુજરાત આવશે અને GMDC ગ્રાઉન્ડ પર પોતાની તાકાત બતાવશે. મોહન ભાગવત 14 અને 15 એપ્રિલે અમદાવાદ આવવાના છે. 14મી એપ્રિલે સાંજે GMDC ગ્રાઉન્ડ ખાતે સ્વયંસેવકોને સંબોધશે. આ કાર્યક્રમમાં 10 હજારથી વધુ સ્વયંસેવકો ભાગ લેવાના છે.
હિન્દુ ધર્મ આચાર્યની મહત્વની બેઠકઃ અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં સ્થિત શિવાનંદ આશ્રમમાં આજે હિન્દુ ધર્મ આચાર્યની મહત્વની બેઠક મળી હતી. હિન્દુ ધર્મ આચાર્ય સભામાં મહત્વના ચાર મુદ્દા સરકાર સામે મૂકવામાં આવ્યા હતા. જેમાં બોલીવુડ ફિલ્મોમાં જોવા મળતા અશ્લીલ ચિત્રો પર નિયંત્રણ લાવવાની માંગ કરવામાં આવી હતી. સાથે હિન્દુ ધર્મમાં દેશમાં જે શાંતિ અને અખંડિતતા અને ધર્મની રક્ષાના મુદ્દાઓ અને સમાન સિવિલ કોડ પર પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે અયોધ્યામાં તૈયાર થયેલ રામ મંદિર આવતા વર્ષમાં પૂર્ણ થઈ જશે અને આવતા વર્ષે રામ મંદિરનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવશે તેની ચર્ચા થઇ હતી.
અમિત શાહે હાજરી આપી : અમદાવાદના જોધપુર ખાતે આવેલ શિવાનંદ આશ્રમમાં આજે હિન્દુ ધર્મ આચાર્યોની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે હાજરી આપી હતી. આ ઉપરાંત RSSના વડા મોહન ભાગવત પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. ઉપરાંત 200 વર્ષથી પણ વધુ સમયના મત અને અખાડાના સાધુ સંતો ઉપરાંત સમગ્ર દેશમાંથી પણ સાધુ સંતો આજની બેઠકમાં હાજર રહ્યા હતા.
આ પણ વાંચો 'હિન્દુ' ધર્મ અને 'હિન્દુત્વ' એ રાજનીતિનો વિચાર છે, બન્નેને એકબીજા સાથે જોડવા અયોગ્ય છેઃ શશિ થરૂર
રામ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન થશે : જગતગુરુ રામાનંદ સ્વામી જણાવ્યું હતું કે ધર્મ આચાર્ય સભાની મહત્વની આજે આઠમી બેઠક મળી હતી. જેમાં ધર્મ સનાતન સંસ્કૃતિ માનવી મૂલ્યોની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યત્વે રામ મંદિર પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ધર્મની રક્ષા ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. દેશના ગૃહ પ્રધાન અમિત શાહે પણ સાધુસંતોની સલાહ અને સૂચનાઓ સાંભળી છે અને તમામ દ્વારા આગામી 2024ની ચૂંટણી અંગે આશીર્વાદ પણ આપવામાં આવ્યા છે. અયોધ્યાની અંદર રામ મંદિરનું નિર્માણ આવતા વર્ષમાં સુધીમાં પૂર્ણ કરી દેવાયેલું જોવા મળશે અને આવતા વર્ષે રામ મંદિરનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.
મુશ્કેલીઓનું સમાધાન થવું જોઈએ : આ બેઠકમાં મહાસચિવ સ્વામી પરમાનંદ સરસ્વતીએ વર્તમાન સમયમાં ધર્મ અને સંસ્કૃતિ સામે આવેલી મુશ્કેલીઓને એક થઈને સમાધાન કરવું જોઈએ તેવી વાત કરી હતી. તો સનાતન હિંદુ ધર્મના રક્ષણ પ્રતીક ગાય, ગંગા અને શ્રીમદ ભગવદ ગીતાને સામૂહિક ધોરણે સ્વીકાર્ય કરવાની વાત પણ કરી હતી. આ ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે માણસ જ નહીં પરંતુ સંસારના તમામ પ્રાણીઓમાં પરમાત્માના દર્શન ભારતીય સંસ્કૃતિમાં વિશિષ્ટ છે.
આ પણ વાંચો હિન્દુ સમાજની પરીક્ષા લેવાનું બંધ કરો, વાઘાણીનો કેજરીવાલ પર ટોણો
અશ્લીલ ચિત્રો પર અંકુશ લાવો : સંયોજક સ્વામી પરમાનંદજીએ પણ બેઠકમાં જણાવ્યું હતું કે હિન્દુત્વ ધર્મની સામે અનેક મુશ્કેલીઓ છે. સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ પર પીરસવામાં આવી રહેલી અસાંસ્કૃતિક સામગ્રીઓ જે જન સંખ્યા અસંતુલન વધારી રહી છે જે ખરેખર ચિંતાનો વિષય છે. આ ઉપરાંત ચાર માગ પણ મૂકવામાં આવી હતી કે સરકાર દ્વારા સોશિયલ મીડિયામાં ફિલ્મ દર્શાવવામાં આવતા અશ્લીલ ચિત્રો ઉપર સરકારે નિયંત્રણ મૂકવૈ જોઈએ. યુનિફોર્મ સિવિલ કોડ પણ સરકાર દ્વારા જલ્દીમાં અમલમાં મૂકવામાં આવે. હિન્દુ મંદિર અને મઠો રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે અને આચાર્ય સભાએ માંગ કરે છે કે હિન્દુ મંદિરોને સરકાર મુક્ત કરે અને હિન્દુ મંદિરની આવક માત્ર હિન્દુઓ માટે જ હોવી જોઈએ.