ETV Bharat / state

બજેટમાં ડાયરેક્ટ ટેક્સને બદલે ઈન્ડાયરેક્ટ ટેક્સમાં વધારાની શક્યતાઓ: GCCI પ્રેસિડેન્ટ

કેન્દ્ર સરકારના વર્ષ 2021-22 માટેના જાહેર કરાયેલા બજેટને આવકારતા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ નટુભાઇ પટેલે જણાવ્યું કે, બજેટમાં સરકાર ડાયરેક્ટ ટેક્સ કરતા ઇનડાયરેક્ટ ટેક્સમાં વધારો કરશે. જે સીધો જ ઉત્પાદનના લોજિસ્ટિક પર અસર કરશે.

Natubhai Patel
Natubhai Patel
author img

By

Published : Feb 2, 2021, 10:39 AM IST

  • નવા બજેટમાં ટેક્સની મર્યાદા યથાવત રખાઈ
  • બજેટમાં 3500 કરોડની જોગવાઈ કોરોના વેક્સીન માટે
  • 75 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિને ટેક્સમાં શરતી રાહત

અમદાવાદ: વર્ષ 2021-22 બજેટની એક વિશિષ્ટતા એ કહી શકાય કે, છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્ર સરકાર સતત રાજકોષીય ખાદ્ય નીચલા ધોરણ સુધી જળવાઈ રહે તે માટેના પ્રયત્નો કરતી હતી. પરંતુ કોરોનાની મહામારીના કારણે થયેલી અસરને દૂર કરવા સરકારે આ વર્ષે રાજકોષીય ખાદ્યના સ્તરની ચિંતા નથી કરી. તેના બદલે સમગ્ર બજેટ 6 મુખ્ય સ્તંભો ઉપર ભાર મૂક્યો હતો.

  • બજેટના 6 મુખ્ય સ્તંભો:
  1. આરોગ્ય અને કલ્યાણ
  2. ભૌતિક અને નાણાકીય મૂડી
  3. મહત્વકાંક્ષી ભારત માટે વિકાસ
  4. માનવ પૂંજીમાં નવજીવનનું સંચાર કરવું
  5. રિસર્ચ અને ડેવલોપમેન્ટમાં સંશોધન
  6. મિનિમાઇઝ ગવર્નમેન્ટ અને મેક્સિમાઈઝ ગવર્નન્સ

નવા બજેટથી મોંઘવારીમાં વધારો થવાની શક્યતા

નવા વર્ષના બજેટમાં લોકોની આવકમાં વધારો થાય તે માટેના ભારત સરકારના પ્રયત્નો રહ્યા છે. જેમાં ટેક્સ સ્લેબમાં કોઈ પણ વધારો કરવામાં આવ્યો નથી. ઉપરાંત જે વ્યક્તિ 75 વર્ષથી વધુ હોય અને જેમની તમામ આવક પેન્શનમાં થતી હોય તેવા વ્યક્તિને ટેક્સ આપવાની પણ જરૂર નથી. જોકે આ બજેટની એક વાસ્તવિકતા એ પણ છે ડાયરેક્ટ ટેક્સમાં વધારો ન કરતા ઇનડાયરેક્ટ ટેક્સમાં વધારો થવાની પુરેપુરી શક્યતાઓ છે. જેનો સીધો મારો ઉત્પાદનના લોજિસ્ટિક ઉપર પડશે અને મોંઘવારીમાં વધારો થવાની પણ શક્યતા છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટની પ્રતિક્રિયા

બજેટમાં સરકારે આરોગ્ય ઉપર મુક્યો વિશેષ ભાર

વર્ષ 2020 સદીની સૌથી મોટી મહામારીમાંથી પસાર થયો છે ત્યારે બજેટમાં સરકારે આરોગ્ય ઉપર પણ વિશેષ ભાર મુક્યો છે, જેમાં રૂપિયા 3500 કરોડની જોગવાઈ કોરોના વેક્સીન માટે, મિશન પોષણ અભિયાન 2.O જેવી મહત્વકાંક્ષી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કૃષિ ક્ષેત્રે પણ કરાઈ વિશેષ જાહેરાત

બજેટમાં મોદી સરકાર ખેડૂતો માટે તત્પર હોવાના દાવાઓ સાથે કૃષિ ક્ષેત્રે પણ વિશેષ જાહેરાત કરવામાં આવી છે જેમાં 1000થી વધુ મંડળીઓને E-NAM સાથે જોડવા, 5 મોટા ફિશિંગ હાર્બરને આર્થિક પ્રવૃતિઓ માટે હબ તરીકે વિકસાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.