ETV Bharat / state

ગુજરાત ચૂંટણી 2022: સૌથી વધુ થરાદમાં મતદાન ને સૌથી ઓછું ગાંધીધામમાં, કારણ શું? - highest lowest polling in Gujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બન્ને તબક્કામાં મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. ગુજરાતમાં સૌથી વધુ (Highest polling in Gujarat) મતદાન બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક પર નોંધાયું છે. તો બીજી તરફ રાજ્યમાં સૌથી ઓછું મતદાન કચ્છની ગાંધીધામ (highest lowest polling in Gujarat) બેઠક નોંધાયું છે. આ પ્રકારના મતદાનને તેની પાછળનું કારણ શું છે જૂઓ ETV Bharatના અહેવાલમાં. (Gujarat Assembly Election 2022)

ગુજરાત ચૂંટણી 2022: સૌથી વધુ થરાદમાં મતદાન ને સૌથી ઓછું ગાંધીધામમાં, કારણ શું?

author img

By

Published : Dec 7, 2022, 2:23 PM IST

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022) પ્રથમ તબક્કામાં કુલ સરેરાશ 63.31 ટકા અને બીજા તબક્કામાં કુલ સરેરાશ 65.30 ટકા મતદાન નોંધાયું છે. બન્ને તબક્કાનું કુલ સરેરાશ 64.30 ટકા મતદાન થયું છે. 2017માં વિધાનસભાની ચૂંટણીમાં કુલ સરેરાશ 69.01 ટકા મતદાન નોંધાયું હતું. આમ 2022ની ચૂંટણીમાં 5 ટકા મતદાન ઘટ્યું છે. સૌથી વધુ મતદાન બનાસકાંઠા જિલ્લાના થરાદ અને સૌથી ઓછુ મતદાન કચ્છ જિલ્લાના ગાંધીધામમાં થયું છે. (highest lowest polling in Gujarat)

થરાદમાં આંજણા ચૌધરી સમાજનું ઉત્સાહભેર મતદાન ડિસેમ્બર 2022માં યોજાયેલી ચૂંટણીમાં બન્ને તબક્કામાંથી થઈને બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક પર સૌથી વધુ 86.91 ટકા મતદાન થયું છે. થરાદ બેઠક પરનો વિસ્તારએ આંજણા ચૌધરીની બહુમતી ધરાવતો વિસ્તાર છે ચૌધરી સમાજમાં ભાજપના શંકર ચૌધરી ઉમેદવાર હોવાને કારણે મતદાનને લઈને ભારે ઉત્સાહ હતો. થરાદ વિસ્તારમાં 2,48,297 કુલ મતદારો છે, જેમાંથી 2,15,797 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આમ આ વિસ્તારમાં 88.91 ટકા મતદાન થયું છે. જેમાં 88.45 ટકા પુરુષોએ અને 85.22 ટકા મહિલાઓ મત આપ્યો છે. ચૌધરી સમાજ પછી કોળી સમાજ આવે છે, તેમણે પણ (Highest voting in Tharad)

ત્રિપાંખિયો જંગ - થરાદ બેઠક પર ત્રિપાંખિયો સંગ્રામ મંડાયો છે. ભાજપના શંકર ચૌધરી, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુત અને આમ આદમી પાર્ટીના વિરચંદ ચાવડા ચૂંટણી જંગમાં છે. થરાદ બેઠક પર આંજણા ચૌધરી સમાજની બહુમતી છે, અને આથી શંકર ચૌધરીએ સમાજની બઠકોમાં અપીલ કરી હતી કે વધુ મતદાન કરવું, આથી ચૌધરી સમાજ ઘરની બહાર આવ્યો અને ઉમેદવારના કાર્યકરોએ પોતાની રીતે મતદારોને ખેંચી લાવીને મતદાન કરાવ્યું હતું. આમ સૌથી વધુ વોટિંગ થયું હોવાથી હવે પરિણામ પર સૌની નજર રહેશે. (Highest polling in Gujarat)

ગાંધીધામમાં 47.86 ટકા સૌથી ઓછું મતદાન બીજી તરફ કચ્છની ગાંધીધામ બેઠક પર બન્ને તબક્કામાં થઈને સૌથી ઓછુ 47.86 ટકા મતદાન નોંધાયું છે. આ બેઠક પર 3,15,272 કુલ મતદારો છે, જેમાંથી 1,50,881 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જેમાં 49.87 ટકા પુરુષો અને 45.59 ટકા મહિલાઓએ મત આપ્યો છે. (Lowest voting in Gandhidham)

આંતરિક જૂથવાદ અને નગરપાલિકાનો ભ્રષ્ટાચાર ગાંધીધામ બેઠક પર ત્રિપાંખિયો જંગ છે. આ બેઠક SC કેટેગરીમાં હતી. ભાજપના માલતી મહેશ્વરી, કોંગ્રેસના ભરત સોલંકી અને આમ આદમી પાર્ટીના બીટી મહેશ્વરી ચૂંટણી મેદાનમાં હતા. ગાંધીધામ નગરપાલિકા ભાજપ હસ્તક છે અને તેમાં ભારે ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે અને વિકાસના કામો અધુરા રહ્યા છે. આથી ગાંધીધામની આમ જનતાએ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન નહી કરીને વિરોધ નોંધાવ્યો છે. ભાજપના ટિકિટ ઈચ્છુકોને ટિકિટ નહી મળતાં તેઓ અને તેમના કાર્યકરો નિષ્ક્રિય થયા હતા. આંતરિક જુથવાદને કારણે ગાંધીધામ બેઠક પર સૌથી ઓછુ 47.86 ટકા મતદાન નોંધાયું છે. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.