હાઈકોર્ટે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને ગાઈડલાઈન અને નોટીફીકેશનનું પાલન ન કરનારા ડોક્ટર્સના લાઈસન્સ રદ કરવા મુદે પણ સોંગદનામું રજૂ કરવાનો આદેશ કર્યો છે. અરજદાર અન્નંગ શાહ વતી વકીલ વસીમ મનસુરી દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે ફાર્મા કંપની પાસેથી લાભ મેળવવા અને તેમને નફો કરાવવા ડોક્ટર્સ દ્વારા બ્રાન્ડેડ દવા લખવામાં આવે છે. જ્યારે સરકાર સસ્તા ભાવે સરખી ગુણવતા ધરાવતી દવા પંડિત દીન દયાળ જન ઔષોધી કેન્દ્રમાં રાખતી હોવા છતાં દર્દીઓના ખિસ્સા કાપી નાખે તેવી બ્રાંડેન્ડ દવા લખવામાં આવે છે.
બીજી તરફ ડોકટર્સ ફેડરેશન વતી દલીલ કરવામાં આવી હતી કે જીનેરીક દવાને પ્રોત્સાહન આપવું યોગ્ય છે પરતું તેને ફરજીયાત કરી શકાય નહિ. હાઈકોર્ટે જાહેરહિતની અરજીનો સ્વીકાર કરતા મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને નિર્દેશ જારી કર્યા છે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પાંચ વર્ષ પહેલાં પરિપત્ર બહાર પાડ્યું હતું. જેમાં જીનેરિક દવા લખવાનો ફરમાન કરવામાં આવ્યો હતો જોકે તેનું અમલીકરણ થતું નથી અને તેને લઈને હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી.
અરજદાર અન્નંગ શાહે ETV bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુ્ં હતું કે ડોક્ટર્સ જ્યારે બિમારીનું નિદાન કરે છે ત્યારે તેને ફીસની ચુકવણી કરવામાં આવે છે. જેથી દર્દી સસ્તી અને સારી દવા એટલે કે જેનેરિક દવા લખવી જોઈએ પરતું તેના સ્થાને મોંઘી બ્રાંડેન્ડ દવા લખવામાં આવે છે અને તેનાથી પણ કેટલો ફાયદો થશે એની કોઈ ગેરેન્ટી આપવામાં આવી નથી. નવી દવાના સંશોધન માટે કરોડો રૂપિયા વપરાતા હોય છે ત્યારે અમેરિકા જેવા વિકસિત રાષ્ટ્રોમાં જેનેરિક દવાનું વધું ઉપયોગ કરવામાં આવે છે. આ મામલે વધુ સુનાવણી 11મી જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.