અમદાવાદ: વેરાવળના ડોક્ટર અતુલ ચગે 12 ફેબ્રુઆરીના રોજ સુસાઇડ કર્યું હતું. ડોક્ટર પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી. આ સુસાઇડ નોટમાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારાયણ ચુડાસમાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેની સામે ફરિયાદ ન નોંધાતા તેમના પુત્ર હિતાર્થે સુપ્રીમ કોર્ટના નિર્દેશને ટાંકીને કન્ટેમ્પટ ઓફ કોર્ટની અરજી દાખલ કરી હતી.
હાઇકોર્ટે ફગાવી અરજી: હાઇકોર્ટમાં આ કેસમાં થોડા દિવસો અગાઉ જ દલીલો પૂર્ણ થઈ ગઈ હતી. આજે હાઇકોર્ટે પોતાના ચૂકાદામાં પરિવાર દ્વારા કરવામાં આવેલી કન્ટેમ્પટ ઓફ કોર્ટની અરજીને ફગાવી દીધી છે. આ અરજી હાઇકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવતી ન હોવાથી ફગાવી દેવામાં આવી છે. ત્યારે ફરિયાદી પક્ષના વકીલે જણાવ્યું છે કે હવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવશે.
અગાઉ ચૂકાદો અનામત રાખ્યો: નોંધનીય છે કે અગાઉની સુનાવણીમાં પોલીસના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આ અરજી કોર્ટમાં ટકવાપાત્ર નથી. કારણ કે સુપ્રીમ કોર્ટના હુકમના ભંગનો જો આરોપ હોય તો અરજીને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવી જોઈએ. આ કેસમાં હાઇકોર્ટને કન્ટેમ્પટ માટેની કાર્યવાહીની હકુમત નહીં હોવાની દલીલ કરવામાં આવી હતી. હાઇકોર્ટે આ મુદ્દે નિર્ણય અનામત રાખ્યો હતો. જેનો આજે ચૂકાદો આપતાં અરજીને ફગાવી દીધી હતી.
આ પણ વાંચો: Isudan Gadhvi: AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સામે વિવાદિત ટ્વીટ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ
ડો. ચગના દીકરાએ કરી હતી કન્ટેમ્પ્ટ અરજી: ડો.અતુલ ચગે પોતાની સુસાઇડ નોટમાં સાંસદ રાજેશ ચૂડાસમા અને તેમના પિતા નારણ ચૂડાસમાને લઈને આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. એમાં વેરાવળ પોલીસ ફરિયાદ ન નોંધતી હોવાનો ઉલ્લેખ કરાયો હતો. પોલીસે ફરિયાદ ન નોંધતાં ડો. અતુલ ચગના પુત્ર હિતાર્થે હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરી હતી.
આ પણ વાંચો: સાંસદ રાજેશ ચુડાસમાએ અતુલ ચગ આત્મહત્યા મુદ્દે પહેલીવાર ખુલાસો કર્યો, ચગના વકીલે પ્રશ્ન ઉઠાવ્યો
શું છે સમગ્ર મામલો?: આ સમગ્ર કેસની વિગત જોઈએ તો વેરાવળના ખ્યાતનામ તબીબ ડોક્ટર અતુલ ચગ દ્વારા થોડા સમય પહેલા આત્મહત્યા કરવામાં આવી હતી. ડોક્ટર દ્વારા આત્મહત્યા કરતા પૂર્વે મરણ નોંધ લખવામાં આવી હતી. જેમાં રાજકીય લોકોના મોટા નામ સામે આવ્યા હતા. અતુલ ચગે પોતાની નોટમાં ભાજપ સાંસદ રાજેશ ચૂડાસમાનું નામ લખ્યું હતું. આ સમગ્ર મામલે વેરાવળ પોલીસ કોઈ રાજકીય દબાણ હેઠળ કાર્યવાહી ન કરતા હોવાનો પણ પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં પોલીસ દ્વારા હજુ સુધી એફઆઇઆર પણ નોંધવામાં આવી નથી એવું પણ પરિવાર દ્વારા કહેવામાં આવ્યું હતું.