અમદાવાદ:હાઇકોર્ટે આદેશમાં ટીકા કરતા નોંધ્યું હતું કે, જો દર્દીને સમયસર ICUમાં લઇને વેન્ટિલેટર પર મુકવામાં આવતો તો એનો જીવ બચી ગયો હોત . કોરોનાના દર્દીને પહેલા દાખલ કરો અને પછી એડવાન્સ ફી વગેરેની પ્રક્રિયા કરો. હાઈકોર્ટે કહ્યું કે આવી બેજવાબદારી સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
હાઈકોર્ટે વધુ નિર્દેશ આપતાં કહ્યું કે, અન્ય રાજ્યોના ચીફ સેક્રેટરી કોવિડ19 હોસ્પિટલોમાં CCTV કેમરા પણ ઇન્સ્ટોલ કરી શકે જેથી કરીને મેનેજમેન્ટ દરેક વસ્તુ પર નજર રાખી શકે. એટલું જ નહિ કોરોના દર્દીના કોઈ એક પરિજનને હોસ્પિટલ દ્વારા નિર્ધારિત કરાયેલી જગ્યા પર રહેવા દેવાઈ શકે છે.
આ સાથે જ હાઇકોર્ટે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને અંડર ટ્રાયલ કેદીઓની વચ્ચગાળા જામીન વધુ 75 દિવસ સુધી લંબાવી છે. હાઈકોર્ટ અને નીચલી અદાલતના અંડર ટ્રાયલ કેદી 31મી ઓગસ્ટ 2020 સુધી વચ્ચગાળા જામીન પર બહાર રહી શકશે.