નટુ પીતાંબરદાસ જ્યારે ગુજરાત સ્ટેટ કોપરેટીવ ફેડરેશનના ચેરમેન હતા ત્યારે લાખો રૂપિયાની ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ સાથે કો-ઓપરેટીવ સોસાયટીના રજીસ્ટ્રારે લાખો રૂપિયાની રિકવરી શરૂ કરતા તેને અટકાવવા માટે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી છે. આ મામલે વધુ સુનાવણી 18મી ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે.
અગાઉ સુપ્રીમ કોર્ટે નટુ પીતાંબરદાસને ગુજકોમાસોલના ચેરમેન તરીકે હટાવવાનો આદેશ કર્યો હતો. નટુ પીતાંબરદાસ સામે કરોડો રૂપિયાના બિલીંગ કૌભાંડનો આરોપ લાગેલા છે. પીતાંબરદાસ ચેરમેન પદેથી રાજીનામું આપતા ન હોવાથી સરકારે સુપ્રીમ કોર્ટમાં રિટ દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, નટુ પીતાંબર મહેસાણા જિલ્લામાં સહકારી ક્ષેત્રે મોટું નામ છે તેમજ કોગ્રેસમાં પણ એક સમયે કદાવર નેતા તરીકે ગણાતા હતા.