ETV Bharat / state

રાજકોટ રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં HCએ 140 પરિવારોને રાહત આપી

રાજકોટ મહાનગરપાલિકાનો મહત્વાકાંક્ષી અને ડ્રીમ પ્રોજેક્ટ રિવરફ્રન્ટ બનાવવા (Riverfront Project Rajkot)માટે જંગલેશ્વર વિસ્તારમાં રહેતા 140 પરિવારને તેમના બાંધકામની દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. અહીં રહેતા પરિવારો આ મુદ્દાને લઈને HCમાં જાહેર હિતની અરજી કરી હતી. જે કેસમાં હવે ગુજરાત હાઈકોર્ટ પરિવારોને વચગાળાની રાહત આપી છે.

રાજકોટ રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં HCએ 140 પરિવારોને રાહત આપી
રાજકોટ રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં HCએ 140 પરિવારોને રાહત આપી
author img

By

Published : Jun 14, 2022, 6:04 PM IST

અમદાવાદ: રાજકોટ મહાનગરપાલિકાના(Rajkot Municipal Corporation) ખૂબ જ મહત્વાકાંક્ષી અને ડ્રીમ પ્રોજેક્ટ એવો રાજકોટ રિવરફ્રન્ટને (Riverfront Project Rajkot)લઇને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રિવરફ્રન્ટ બનાવવા માટે થઈને રાજકોટ મહાનગરપાલિકાએ જંગલેશ્વર વિસ્તારમાં રહેતા 140 જેટલા પરિવારને તેમના બાંધકામની દૂર કરવા માટે નોટીસ પાઠવવામાં આવી હતી. જેને લઇને આ પરિવારોએ આ મુદ્દાને લઈને ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court PIL)જાહેર હિતની અરજી કરી હતી. જે મામલે ગુજરાત હાઈકોર્ટે 140 પરિવારોને વચગાળાની રાહત આપી છે. હાઈકોર્ટે ચોમાસા સુધી બાંધકામ હટાવવાના નિર્ણય ઉપર પણ સ્ટે આપ્યો છે.

વૈકલ્પિક વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે - આ સમગ્ર મામલે અરજદારોની રજૂઆત હતી કે, અમે છેલ્લા ઘણા બધા વર્ષોથી જંગલેશ્વર વિસ્તારમાં રહ્યા છીએ. અમને મહાનગર પાલિકાની નોટીસ પાઠવી છે. પરંતુ અમારા મકાનો પણ ઘણા કાચા છે.અમને રહેવા માટેની બીજી કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી નથી. આ સમગ્ર મામલે સ્ટે આપવામાં આવે. આ ઉપરાંત અરજદાર દ્વારા તેમના રહેણાંક મકાનના ફોટા પણ રજૂ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ AMCના અધિકારીઓનું સરપ્રાઈઝ ચેકિંગ, રિવરફ્રન્ટ ફૂટ ઓવર બ્રિજનું કર્યું નિરીક્ષણ

શું છે સમગ્ર મામલો: અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટની જેમ હવે રાજકોટમાં પણ રિવરફ્રન્ટ બનવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટનાને લઈને રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા 140 જેટલા પરિવારોના કાચા મકાનો દૂર કરવા પડે તેવી સ્થિતિ છે. રાજકોટ મહાનગરપાલિકાએ તે પરિવારને મકાન બાંધકામ દૂર કરવા માટે નોટીસ પાઠવી હતી. પરંતુ તેમની સામે કોઇ રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા ના આપવામાં આવતા આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.

નિર્ણય પર સ્ટે આપ્યો: બીજી બાજુ રાજકોટ મહાનગરપાલિકા તરફથી એવું નિવેદન કરવામાં આવ્યું હતું કે, આ પરિવારોને અન્ય સ્થળ પર વૈકલ્પીક વ્યવસ્થા પૂરી પાડવાની વિચારણા ચાલી રહી છે. ટૂંક સમયમાં તે તમામ પરિવારોને રહેણાંક માટેની વ્યવસ્થા પણ ફાળવી દેવામાં આવશે. આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે 140 પરિવારજનોને વચગાળાની રાહત આપી છે. જ્યાં સુધી ચોમાસું સીઝન ચાલે છે ત્યાં સુધી બાંધકામ હટાવવાના નિર્ણય પર સ્ટે આપ્યો છે.

આ પણ વાંચોઃ Aji Riverfront Start to Soon : એન્વાયર્ન્મેન્ટ ક્લિયરન્સ મળતાં રાજકોટમાં આજી નદી રિવરફ્રન્ટની કામગીરી થશે તેજ

હાઇકોર્ટે પરવાનગી આપી: સાથે એમ પણ કહ્યું છે કે જો બાંધકામો હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો તેના ચાર સપ્તાહ અગાઉ પણ આ પરિવારજનોને નોટિસ આપવાની રહેશે. ત્યારબાદ જ બાંધકામ હટાવી શકશે. કોર્પોરેશને કરેલા નિવેદન બાદ હાઈકોર્ટે આ અરજીનો નિકાલ કરી દીધો છે. આ સાથે જ જો અરજદારોને ભવિષ્યમાં બીજો કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય. તો હવે નવેસરથી પણ અરજી દાખલ કરવા માટે પણ હાઇકોર્ટ દ્વારા પરવાનગી આપવામાં આવી છે.

અમદાવાદ રિવરફ્રન્ટનું ઉદાહરણ આપ્યું - આ સમગ્ર મુદ્દે મહત્વનું છે કે ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે અમદાવાદ રિવરફ્રન્ટનું ઉદાહરણ આપ્યું હતું અને કહ્યું હતું કે જે વ્યવસ્થા અને આયોજન થકી અમદાવાદ રિવરફ્રન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જો તે જ વ્યવસ્થાપન અને વ્યવસ્થિત રીતે રાજકોટનો રિવરફ્રન્ટ પર તૈયાર કરવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.