અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટમાં સમયાંતરે નદીમાં ફેલાઈ રહેલા પ્રદુષણને લઈને મામલો ગુંજી ઊઠે છે. ક્યારેક સાબરમતી નદીનું નામ આવે છે તો ક્યારેક પ્રદુષણ મામલે ખેંચતાણ થાય છે. આ વખતે ફરીવાર હાઈકોર્ટમાં પાણીના પ્રદુષણ અંગે ગરમાવો જોવા મળ્યો હતો. જેમાં હાઈકોર્ટે સરકારી વિભાગની આકરી ભાષામાં ઝાટકણી કાઢી હતી. આ સાથે પ્રશ્નો પણ કર્યા હતા. જોકે, આ કેસ પરથી એવું ચોક્કસથી કહી શકાય કે, નદીઓમાં ફેલાતા પ્રદુષણ મામલે નક્કર કામગીરી અનિવાર્ય છે.
સરકારની ઝાટકણી: હિરણ નદીના પ્રદૂષણ થવાના મામલે હાઇકોર્ટે સરકારની ઝાટકણી પણ કાઢી હતી. આ મામલે જીપીસીબી પાસે આ મામલે રિપોર્ટ પણ માંગ્યો હતો. જોકે જીપીસીબી એ આ મામલે રિપોર્ટ રજૂ કરવા માટે સમય માંગતા હાઇકોર્ટે આકરા પાણીએ થઈ હતી. હાઇકોર્ટે સવાલ કર્યા હતા કે સમય શા માટે જોઈએ છે તાત્કાલિકા મામલે રિપોર્ટ રજૂ કરો. જો નગરપાલિકા જ આ બાબતનેગંભીરતા નહીં લે તો બીજું કોણ લેશે? હિરણ નદીનું ગંદુ પાણી પીવાથી લોકોના જીવ જઈ રહ્યા છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ત્યારે આ પ્રશ્નને તમે સરળતાથી કઈ રીતે લઈ શકો? માત્ર વન્યજીવો જ નહીં પરંતુ મનુષ્યને પણ આ પાણીના કારણે સ્વાસ્થ્ય સાથે નુકસાન થઈ રહ્યું છે.
પ્રદુષણનો વધારો: મહત્વનું છે કે થોડા સમય પહેલા હિરણ નદીમાં વધી રહેલા પ્રદૂષણના કારણે ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હિરણ નદીમાં દિવસેને દિવસે પ્રદુષણનો વધારો થઈ રહ્યો છે. હિરણ નદીનું જે પાણી છે તે માત્ર મનુષ્ય જ ઉપયોગમાં નથી લેતા પરંતુ ગુજરાતની ઓળખ સમાં એવા એશિયાટીક સિંહો પણ આ પાણી પીતા હોય છે. જેના કારણે વન્ય જીવો અને માણસના સ્વાસ્થ્ય અને નુકસાન થઈ રહ્યું છે.
આ પણ વાંચો High Court: રાજ્યની શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવાનો મુદ્દે HCનો મહત્વનો ચૂકાદો
આગામી સપ્તાહે: આ મામલે સ્થાનિક તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારના પગલા લેવામાં ન આવતા સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે.આ મામલે હાઈકોર્ટે જીપીસીબીને તેમજ તાલાલા નગરપાલિકાને આ મામલે જવાબ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી જવાબ રજૂ ન કરતા હાઇકોર્ટે સરકાર અને તંત્રનો ઉધડો લીધો હતો. તેમજ તાત્કાલિક રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. આ સમગ્ર મામલેની ગંભીરતાથી પારખીને હાઇકોર્ટે સરકાર અને જીપીસીબી ને સાંજ સુધીમાં આ મામલે રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ કર્યો હતો. આ મામલે વધુ સુનાવણી આગામી સપ્તાહેએ હાથ ધરવામાં આવશે.