- અમદાવાદમાં આતંકી દહેશતને લઈ એલર્ટ
- પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
- પોલીસને સઘન ચેકિંગનો આદેશ અપાયો
- દુકાનો, મોલ, રેસ્ટોરન્ટો, મંદિરો એલર્ટ
અમદાવાદઃ અમદાવાદ(Ahmedabad) શહેરમાં ભુતકાળમાં આતંકવાદી (Terrorist)તત્વો દ્વારા અલગ-અલગ જગ્યાઓએ શ્રેણીબધ્ધ બોમ્બ ધડાકા કરી મોટી જાનહાની તથા મિલકતની હાની કરવામાં આવેલ છે. ત્યારે ગુપ્તચર સંસ્થાઓના વખતો વખતના અહેવાલો અનુસાર આવી ઘટનાઓની શક્યતાઓ ભવિષ્યમાં પણ રહેલી છે. ઉપરાંત શહેરમાં વિભિન્ન પ્રકારના લુંટ, ધાડ જેવા ગુનાઓ પણ બનતા હોય છે. જ્યારે જાહેર સ્થળોમાં લગાડવામાં આવેલ સીસીટીવી કેમેરા આંતકવાદી પ્રવૃતિઓ તેમજ ગુનાઓ નિવારવા, ગુનાઓ શોધવા તથા ઇન્વેસ્ટીગેશનમાં ઉપયોગી અને મહત્વની કડીરૂપ બને છે
સીસીટીવી કેમેરાઓમાં ચોક્કસ તારીખ સમય સેટ કરવો
તમામ સીસીટીવી કેમેરા(CCTV cameras)ઓના માલિકો સંચાલકો/વ્યવસ્થાપકોએ તેઓના હસ્તકના તમામ સીસીટીવી કેમેરાઓમાં ચોક્કસ તારીખ તેમજ ભારતીય માનક સમયઅનુસાર ચોક્કસ સમય સેટ કરવો.
આટલી જગ્યાએ સીસીટીવી કેમેરા ગોઠવવા
જવેલર્સની દુકાનો, આંગડીયા પેઢી, શોપીંગ મોલ્સ મલ્ટીપ્લેક્ષ થિયેટર્સ / કોમર્શીયલ સેન્ટર થ્રીસ્ટારથી ઉપરની હોટલો ઉપર સીક્યુરીટીને ધ્યાને લઇ પ્રવેશદ્વાર ઉપર સિક્યુરીટી ગાર્ડ મેટલ ડીટેકટર તથા સીસીટીવી કેમેરાની ગોઠવણી કરવી તેમજ આ જગ્યાઓના પાર્કીંગ ભોયરું / તમામ માળ ઉપર સીક્યુરીટી ગાર્ડ અને સીસીટીવી કેમેરાની ગોઠવણી કરવી જેમાં , Image - colour , Image sensor 1/3 " minimum , Support - TCP / IP and remote monitoring , Resolution - 600 TVL Min , Compression H.264 / M.JPEG , System data storage - 15 days min . , With Back light compensation and night vision capability વાળા સીસીટીવી કેમેરા ગોઠવવા.
રહેવા- ખાવાપીવાની રેસ્ટોરન્ટ માલીકો તકેદારી રાખવી
10થી વધુ સંખ્યામાં બેઠક ધરાવતાં રેસ્ટોરન્ટ, ગેસ્ટ હાઉસ, (Restaurant, Guest House)લોજીંગ બોર્ડીંગ, ધર્મશાળા, અતિથિ ગૃહ વિશ્રામગૃહ, કોમર્શીયલ સેન્ટર પેટ્રોલપંપ ટોલપ્લાઝા બહુમાળી બિલ્ડીંગ પાવર હાઉસ વિગેરે ઉપર સીસીટીવી કેમેરા લગાડવા. તેમજ પ્રવેશ થતી ગાડીઓનાં નંબર તેમજ વ્યકિતઓના ચહેરા સ્પષ્ટ રીતે દેખાય તે રીતે સીસીટીવી કેમેરાની ગોઠવણી કરવી. સીસીટીવીના રેકોર્ડીંગની જાળવણી દિન -15 સુધી સંગ્રહ કરવી.
ધર્મશાળાના સંચાલકોએ ધાર્મિક સ્થળોની ધર્મશાળાઓમાં મુસાફરો(Travelers to inns)ની જરૂરી આઇડી, એડ્રેસ, મુલાકાતનું કારણ તથા ખાનગી વાહનનાં રજીસ્ટ્રેશન નંબરોની રજીસ્ટરમાં જરૂરી નોંધ કરી મુસાફરોને ઉતારો આપવો.
દિવાળી પહેલ અમદાવાદમાં એલર્ટ
દિવાળી પહેલા અમદાવાદમાં આતંકી દહેશત(Terror terror in Ahmedabad) ને લઇને અલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટીયા(Commissioner Ashish Bhatia) દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ કમિશનરે શૉપિંગ મોલ, મલ્ટિપ્લેક્સને અલર્ટ રહેવા માટે કહ્યું છે. હાલ અમદાવાદમાં પોલીસને સઘન ચેકિંગનો આદેશ અપાયો છે. ત્યારે શહેરના તમામ નાગરિકોને પણ અલર્ટ રહેવા સૂચન કરાયું છે.
આ પણ વાંચોઃ ઉત્તરાખંડમાં ત્રણ દિવસ ભારે વરસાદ અંગે એલર્ટ જાહેર, કેદારનાથ અને બદરીનાથની યાત્રા પર પ્રતિબંધ
આ પણ વાંચોઃ દિવાળી તહેવારમાં રાજકોટ એસટી ડિવિઝન 100 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવશે