ETV Bharat / state

હેબતપુર ડબલ મર્ડર કેસ: ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીને ઝડપી પાડ્યા - ahmedabad news

બહુચર્ચિત વૃદ્ધ દંપતીની હત્યા અને લૂંટના પાંચેય આરોપીઓ ઝડપાઇ ગયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ભીંડમાંથી બે, ગ્વાલિયરમાંથી બે અને એક આરોપીની ગુજરાતમાંથી ધરપકડ કરી લીધી છે. હત્યા અને લૂંટ કર્યા બાદ આ આરોપીઓ તેમના વતન ભાગી ગયા હતા. આજે એટલે મંગળવાર સુધીમાં આ આરોપીઓને અમદાવાદ લાવવામાં આવશે. દંપતીના ઘરે આવેલો ફર્નિચરવાળો માસ્ટર માઈન્ડ નીકળ્યો હતો. મહત્વનું છે કે, પોલીસે હેબતપુર વિસ્તારમાં 200 કરતાં પણ વધારે CCTVના ફૂટેજ જોયા હતા. આ સાથે 70થી વધુ લોકોની પૂછપરછ પણ કરી છે. જેમાં ચારેય લૂંટારા 2 બાઈક ઉપર આવ્યા હોવાનું સામે આવ્યું હતુ. નોંધનીય છે કે, આ દંપતીના ઘરે ફર્નિચરનું કામ ચાલુ હતું.

Hebatpur Double Murder
Hebatpur Double Murder
author img

By

Published : Mar 9, 2021, 11:31 AM IST

Updated : Mar 9, 2021, 12:54 PM IST

  • વૃદ્ધ દંપતી લૂંટ અને હત્યા કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા
  • પાંચેય આરોપીને ઝડપી મધ્યપ્રદેશના ગિઝોરા ગામેથી ઝડપી પાડ્યા
  • રંગકામ, અને ફર્નિચર કામ કરનારે ટીપ આપી હોવાનું સામે આવ્યું
  • તમામ આરોપીને બપોર બાદ અમદાવાદ ક્રાઈમ બાન્ચ લાવશે

અમદાવાદ: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સ્થાનિક ક્રાઇમ બ્રાંચની મદદથી આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે લૂંટનાં પૈસા તેમજ જ્યોત્સનાબહેનના દાગીના-હત્યા કરવા માટે વાપરેલા ચપ્પુ તેમજ 2 બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સોમવારે સાંજે ચારેય આરોપીઓ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હાથમાં આવી જતાં ટીમ તેમને લઈને અમદાવાદ આવવા રવાના થઈ ગઈ હતી.આ દંપતીના ઘરે જે રંગકામ માટે આવ્યો હતો તે માણસે આ ચારેય આરોપીઓને ચોરીની ટીપ આપી હતી. તેણે કહ્યું હતું કે, તેમનો છોકરો દુબઇ રહે છે એટલે એમના ઘરમાં રૂપિયા મળશે. આ ટીપ આપનારને પણ પોલીસે ઝડપી પાડ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં વૃદ્ધ દંપતીની હત્યા, પોલીસે તપાસ શરૂ કરી

CCTV જોઇને તપાસ આગળ ધપાવવામાં આવી હતી

હત્યા-લૂંટ કેસમાં પાંચેય આરોપી ઓળખાયા ગયા હતા. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની ટીમોએ 200થી વધુ સીસીટીવી CCTV બાદ બે બાઈક ઉપર ચાર આરોપી ચાણક્યપુરી તરફ ભાગ્યા હોવાનું જણાયા મળ્યું હતુ. બાઈકના નંબર, આરોપીની ઓળખ થાય તેવા ફોટોગ્રાફ મળતાં પોલીસ તપાસ અંતિમ તબક્કામાં હોય તેવું જાણવા મળ્યું હતુ. ચારેય આરોપી અમદાવાદ છોડીને બહાર ભાગી ગયા છે, પરંતુ પોલીસે તેમનો ટ્રેક શોધી કાઢયો હતો. જે બાદ પોલીસે તેમને મધ્યપ્રદેશના ગિઝોરા ગામમાંથી દબોચી લીધા હતા.

આ પણ વાંચો: ઘોઘાના સાણોદર ગામે વિજય સરઘસ દરમિયાન પ્રૌઢની હત્યા

લૂંટ થયેલી વસ્તુઓ

તપાસ કરતાં જ્યોત્સનાબહેને હાથમાં પહેરેલી 1,50,000ની બે બંગડી, 30 હજારની બે વીંટી, 10 હજારના બે ફોન તથા ફર્નિચરનું કામ ચાલતું હોવાથી ઘરમાં રાખેલી રોકડ 50,000 મળી કુલ 2,45,000ની મત્તાની લૂંટ થવાની ફરિયાદ છે.

Last Updated : Mar 9, 2021, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.