ETV Bharat / state

Gujarat Monsoon 2023: દક્ષિણ ગુજરાતમાં 27 જૂનથી ભારે વરસાદની સંભાવના, અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 27 જૂનથી ભારે વરસાદ થવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. જોકે હાલ પણ બિપરજોય વાવાઝોડાની અસરને પગલે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે.

heavy-rain-likely-in-south-gujarat-from-june-27-ambalal-patel-forecast

author img

By

Published : Jun 17, 2023, 8:56 PM IST

અંબાલાલ પટેલની આગાહી

ગાંધીનગર: બિપરજોય વાવાઝોડુ પસાર થઈ ગયા પછી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ થયો છે. રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, દ્વારકા, પોરબંદર, જામનગરમાં ભારે વરસાદ થયો હતો. જો કે આ વાવાઝોડા પછીની વરસાદની એક્ટિવિટી હતી. પણ હવે ગુજરાતમાં સમયસર ચોમાસાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.

અતિભારે વરસાદની આગાહી: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 27થી 30 જૂનના દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. પાણની સમસ્યાનું નિરાકરણ થઈ જશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદને કારણે નર્મદા અને તાપીમાં નવા નીર આવશે. જેને કારણે ગુજરાતમાં પાણીની સમસ્યા નહી રહે.

'બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થશે. જેમાં જળાશયોમાં પાણીની આવક આવશે. ગુજરાતમાં 27થી 30 જૂનમાં વરસાદને કારણે પાણીની આવક થશે. મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શકયતા છે. જુલાઈમાં સારો વરસાદ રહેશે અને ઓગસ્ટમાં નહિવત વરસાદની આગાહી છે.' -અંબાલાલ પટેલ, હવામાન નિષ્ણાત

વરસાદી સીસ્ટમ: ભારતના મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદની શકયતા છે. તેમજ પુરની સ્થિતિનું સર્જન પણ થશે. આગળ જતાં આ વરસાદી સીસ્ટમ ભારતના પૂર્વના ભાગ તરફ જશે. બંગાળના ઉપસાગરમાં વરસાદી સીસ્ટમ થશે જે સીસ્ટમ વરસાદી વાદળોનો મોટો જમાવડો અને ચોમાસાનું વહન કરીને ગુજરાત તરફ આગળ વધશે. જે ગુજરાતને ફાયદાકારક રહેશે. ગુજરાતમાં પાણીની કોઈ જ સમસ્યા રહેશે નહી. ડેમ છલકાશે, નદીઓમાં નવા નીર આવશે. તળાવના જળસ્તર ઊંચા આવશે. સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થવાની શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્રમાં પાણીની અછત નહી રહે. ડેમ છલકાશે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ સારો થવાની સંભાવના રહેલી છે.

  1. Cyclone Biparjoy Landfall Impact: બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન અને વરસાદના કારણે અનેક ઘરોના પતરા ઉડ્યા, તંત્ર કામગીરીમાં જોડાયું
  2. Patan Rain : પાટણમાં મેઘ તાંડવથી જનજીવન પર અસર, લોકોની અવરજવર પાંખી રહેતા જાહેર માર્ગો સુમસામ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.