ગુજરાતના પાટનગર ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં પણ છુટાછવાયા વરસાદને કારણે ગરમીમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે ઓછો વરસાદ પડવાને કારણે લોકોને અકળામણનો પણ અનુભવ થયો હતો. આગામી ૪૮ કલાકની અંદર અમદાવાદ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.
છોટા ઉદેપુર, આણંદ, ખેડા, બરોડા, નવસારી, વલસાડ, સુરત, દમણ, ભાવનગર, જુનાગઢ, ગીર, સોમનાથ, અમરેલી આ શહેરોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આગામી બે દિવસમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. વિધિવત રીતે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે. જેના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ગરમીનો પારો ઘટ્યો છે અને લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે આગામી દિવસોમાં ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે.