અમદાવાદ: છેલ્લા બે દિવસથી ભારે ગરમી બાદ હવામાન વિભાગની આગાહી મુજબ આપ સાંજે 6 વાગ્યા બાદ 3 કલાકની સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. જેને એની અમદાવાદ શહેરના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જ્યારે શહેરના અનેક વિસ્તારોમાં પડ્યા હોય તેવા પણ સમાચાર સામે આવ્યા હતા.
જોધપુરમાં 3.5 ઈચ વરસાદ: અમદાવાદ શહેરમાં સાંજે 6:00 વાગ્યા બાદ સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં પૂર્વ ઝોનમાં સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વિરાટનગરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. ટાગોર હોલ ખાતે 2 ઇંચ વરસાદ, ઉસ્માનપુરા 2 ઇંચ વરસાદ, ચાંદખેડા 3 ઇંચ વરસાદ અને રાણીપ ખાતે 1.5 ઇંચ વરસાદ હતો.
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 2.5 ઇંચ વરસાદ: ઉત્તર પશ્ચિમ ઝોનની વાત કરવામાં આવે તો બોડકદેવમાં 1 ઇંચ વરસાદ, સાયન્સ સિટીમાં અડધો ઇંચ વરસાદ, ગોતા 2.5 ઇંચ વરસાદ, જ્યારે ચાંદલોડિયામાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો, આમ આમ ઉત્તર પશ્ચિમ ઝોનમાં અંદાજિત 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. પશ્ચિમ ઝોનમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં સરખેજમાં 2.5 ઇંચ વરસાદ, જોધપુરમાં 3.5 ઇંચ વરસાદ બોપલ અને મકતમપુરામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.
દક્ષિણ ઝોનમાં બે ઇંચ વરસાદ: મણિનગર અને વટવામાં અંદાજિત 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં કરા પણ પડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે જેમાં વાસણા, બોપલ,સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં કરા પડ્યા છે. તારી બીજી બાજુ અમદાવાદમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલ પણ યોજાય છે જેમાં પણ વરસાદ વરસતા મેચ જોવા આવેલા દર્શકો પણ ભારી મુશ્કેલીમાં મુકાયા હતા.