અમદાવાદઃ અસલાલીમાં આવેલા કાસીન્દ્રા ગામે ખેતરમાં એકલી રહેતી વિધવાની ક્રૂર રીતે હત્યા કરી મૃતદેહને કૂવામાં ફેંકી દેવામાં આવ્યો હતો. હત્યારાએ ઓરડીમાં પહેલા હત્યા કરી હતી, ત્યારબાદ મૃતદેહને થોડે દૂર આવેલા કુવામાં ગોદડા સાથે બાંધી ફેંકી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ મામલે અસલાલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતક શોભનાબેનના લગ્નના પાંચ વર્ષ બાદ તેમના પતિનું અવસાન થઈ ગયું હતું. સંતાનમાં ત્રણ બાળકો છે. કાસીન્દ્રા ગામે શોભનાબેનની જમીન આવેલી હોવાથી ખેતરમાં ઓરડી બાંધી રહેતા હતાં. બુધવારે સવારે તેમના દૂરના સગાને શોભનાબેન ઓરડીમાં જોવા ન મળતા અને લોહીના ડાઘ દેખાતા તેમના ભાઈને જાણ કરી હતી.
![અમદાવાદના અસલાલીમાં મહિલાની હત્યા કરી મૃતદેહને કૂવામાં ફેંકી દીધો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7381283_ok.jpg)
ઓરડીમાં શોભનાબેન ન મળતા આસપાસમાં તપાસ કરી હતી. જે બાદ અવાવરુ કૂવામાં ગાદલું અને દુપટ્ટા બાંધેલી એક મૃતદેહ જેવું દેખાતા તાત્કાલિક ત્યાં પોલીસ પહોંચી હતી. મૃતદેહને બહાર કાઢીને જોતાં શોભનાબેનનો મૃતદેહ હતો. તેમના માથા અને આંખને ફોડી હત્યા કરી નાખવામાં આવી હતી. અસલાલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.