અમદાવાદ: રાજ્યના પૂર્વ પ્રધાન જસા બારડ સામે ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને જે જાહેર હિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. જેમાં સરકારી શાળાની જમીન પર ગેરકાયદેસર કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવી દીધા હોવાનું આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો હતો. આ અરજી અંગે જે સુનાવણી ગુજરાત હાઇકોર્ટમાં થઈ હતી તેમાં હાઇકોર્ટે સંબંધિત તમામ લોકોને નોટિસ પાઠવી છે.
જાહેર હિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ: રાજ્યના પૂર્વ પ્રધાન જસા બારડ અને તેમના દીકરા દિલીપ બારડ સરકારી શાળાની રમત ગમત ની જમીન પર સામે ગેરકાયદેસર બાંધકામ કરતી અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. જેમાં આ મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકાર ,જિલ્લા કલેકટર અને પીજીવીસીએલને નોટીસ ઇશ્યુ કરીને જવાબ માંગ્યો છે. આ બાબતે અરજદારની રજૂઆત હતી કે, આ મુદ્દે હજુ સુધી પણ કોઈ પણ પ્રકારની તપાસ થતી નથી. તેમજ જે તે જવાબદાર વ્યક્તિઓ સામે પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. સરકારી જમીન હતી પરંતુ તેમ છતાં બાંધકામ કરીને આવક ઊભી કરવામાં આવી રહી છે.
સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો: આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો આ સમગ્ર બનાવ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા શહેરનો છે. પૂર્વ પ્રધાન જસા બારડ અને તેમના પુત્ર દિલીપ બારડે કર્મશિયલ બાંધકામ કરીને દુકાનો બનાવી નાખી છે. જ્યારે સરકારે આ જમીન વર્ષ 2017 માં રમતગમતના મેદાન માટે ફાળવી હતી પરંતુ વર્ષ 2017 થી પિતા અને પુત્ર એ ભાડાપટ્ટી દુકાનો આપીને વેચાણ કરવામાં આવતા આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.
આ પણ વાંચો Bhavnagar Fraud : ગુજરાતમાં અંદાજે 500 આધારકાર્ડમાં નંબર બદલતી ટોળકી ઝડપાઈ, માસ્ટર માઇન્ડ દૂર
45 જેટલી દુકાનો બનાવીને કૌભાંડ: આ અરજીમાં એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે બારડ એજ્યુકેશન ટ્રસ્ટની જગ્યા પર ગેરકાયદેસર રીતે 45 જેટલી દુકાનો બનાવીને કૌભાંડ કરવામાં આવ્યું છે. આ તમામ દુકાનો પીજીવીસીએલ અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકને તેમજ સુત્રાપાડા વેચાણ સંઘને ભાડે આપવામાં આવી છે. એટલું જ નહીં આ તમામ ભાડુઆતો પાસેથી એક દુકાનના 10 લાખ રૂપિયા જેટલા ડિપોઝિટ લેવાયાની પણ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અંગે જે તે સમયે જિલ્લા કલેકટર મહેસુલ અધિનિયમ 1889 કલમ 89 એ મુજબ ટ્રસ્ટ વિરુદ્ધ પણ પાઠવવામાં આવી હતી તેમ છતાં પણ આ મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
સુનાવણી આગામી સપ્તાહે હાથ ધરવામાં આવશે: આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટ રાજ્ય સરકાર ,જિલ્લા કલેકટર અને પીજીવીસીએલના સહિત લોકોને નોટિસ ઇસ્યુ કરી છે. અને આ મામલે કાર્યવાહી કરવાના પણ આદેશ આપ્યા છે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી આગામી સપ્તાહે હાથ ધરવામાં આવશે.