અમદાવાદઃ કોરોના વાઇરસને કારણે રેલવે પેસેન્જર ટ્રેન સેવાઓ બંધ રહેવાથી રેલવેને મોટું આર્થિક નુકસાન થયું છે. રેલવેમાં પેસેન્જરોની સંખ્યા ઘટી છે, ત્યારે યાત્રીઓને આકર્ષવા માટે રેલવે દ્વારા નવેમ્બર મહિનામાં હરિહર ગંગે અને દક્ષિણ દર્શન નામની સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવશે. કોરોના વાઇરસને કારણે ઘરમાં જ બંધ રહેલા નાગરિકો માટે આ ઉત્સાહજનક પેકેજ રેલવે દ્વારા જાહેર કરાયું છે.
રેલવે દ્વારા યાત્રીઓને આકર્ષવા હરિહર ગંગે અને દક્ષિણ દર્શન સ્પેશિયલ ટ્રેનો શરૂ કરાશે રેલવે દ્વારા ભારત દર્શન ટ્રેન શરૂ કરવામાં આવી છે. જે ભારતના જુદા-જુદા જોવાલાયક સ્થળોની સર્કિટ ઉપરથી પસાર થશે. તે સૌથી વધુ બજેટમાં હોય તેવું યાત્રી પેકેજ ધરાવે છે. જેનું બુકિંગ રેલવેની વેબસાઇટ ઉપરાંત યાત્રી ફેસિલિટેશન સેન્ટર, ઝોનલ ઓફિસ કે રીજનલ ઓફિસ પરથી કરી શકાશે.હરિહર ગંગે ટ્રેન ઉત્તર ભારત, મધ્ય ભારત ઉપરાંત પૂર્વ ભારતના દર્શન કરાવશે. જ્યારે દક્ષિણ દર્શન ટ્રેન દક્ષિણ ભારતના જુદા-જુદા ઐતિહાસિક અને પ્રવાસન સ્થળોના દર્શન કરાવશે. આ ટ્રેનો રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, આણંદ વડોદરા, ગોધરા જેવા ગુજરાતના મહત્વના સ્ટેશન ઉપરથી ઉપડશે. તેમજ આ મહત્વના સ્ટેશનો ઉપર પાછી આવશે. રેલવે દ્વારા યાત્રીઓને આકર્ષવા હરિહર ગંગે અને દક્ષિણ દર્શન સ્પેશિયલ ટ્રેનો શરૂ કરાશે હરિહર ગંગે ટ્રેન ઓરિસ્સાના પ્રખ્યાત પુરીના જગન્નાથ મંદિર ભુવનેશ્વર, લિંગરાજ મંદિર, કોણાર્ક મંદિર, ગંગાસાગર, કોલકાતાનું રામકૃષ્ણ પરમહંસ સાથે જોડાયેલા પ્રખ્યાત કાલી મંદિર બુદ્ધગયા મંદિર, ઉત્તર પ્રદેશના અલ્હાબાદનું કાશી વિશ્વનાથ મંદિર અલ્હાબાદનો ત્રિવેણી સંગમ, મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર મંદિર વગેરે ફરવા જેવી પ્રખ્યાત ટુરિસ્ટ સ્પોટ ઉપર આ ટ્રેન જશે.રેલવે દ્વારા યાત્રીઓને આકર્ષવા હરિહર ગંગે અને દક્ષિણ દર્શન સ્પેશિયલ ટ્રેનો શરૂ કરાશે દક્ષિણ દર્શન સ્પેશિયલ યાત્રી ટ્રેન અંતર્ગત પ્રવાસીઓને રામેશ્વરમ મદુરાઈ, કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, ગુરુવાયુર, તિરુપતિ અને મૈસુર જેવા સ્થળે ફેરવવામાં આવશે.જેમાં મીનાક્ષી મંદિર, વિવેકાનંદ રોક મેમોરિયલ, કન્યાકુમારી મંદિર, સનસેટ અને સનરાઇઝ પોઇન્ટ, ગાંધી મંડપ કન્યાકુમારી બીચ, કોવાલમ બીચ, પદ્મનાવમ સ્વામી મંદિર, શાંતિગીરી આશ્રમ, સૂચિન્દ્રમ મંદિર, ગુરુવાયુરનું 5000 વર્ષ જૂનું ક્રિષ્ના મંદિર, તિરુમાલા તિરુપતિ મંદિર,મૈસુરનુ રાજ ભવન,ચામુંડી મંદિર, સંત ફિલોમેના ચર્ચ વગેરે જોવાલાયક સ્થળો રહેશે.ઉત્તર ભારત માટેની હરિહર ગંગે ટ્રેન રાજકોટથી 23 નવેમ્બરે સવારે 06 વાગે ઉપડશે.જેમાં યાત્રીઓને અનુકૂળતા પ્રમાણે સ્ટાન્ડર્ડ અને કમ્ફર્ટ એમ બે ક્લાસ પણ ઉપલબ્ધ રહેશે.પ્રવાસનો સમય 12 દિવસ અને 11 રાત્રીનો રહેશે.સામાન્ય રીતે સ્ટાન્ડર્ડ કેટેગરી માટે પેકેજ ચાર્જ 11,340 રૂપિયા રહેશે અને કમ્ફર્ટ કેટેગરી માટે પેકેજ ચાર્જ 13,860 રૂપિયા રહેશે. પાંચ વર્ષથી નીચેના બાળકનો ટિકિટ ચાર્જ લાગશે નહીં.પરંતુ પાંચ વર્ષ કે તેનાથી ઉપરના બાળકની ફુલ ટિકિટ ચાર્જેબલ ગણાશે.રેલવે દ્વારા યાત્રીઓને આકર્ષવા હરિહર ગંગે અને દક્ષિણ દર્શન સ્પેશિયલ ટ્રેનો શરૂ કરાશે દક્ષિણ ભારત દર્શન ટ્રેનનું પેકેજ ચાર્જ અને યાત્રાનો સમય પણ હરિહર ગંગે ટ્રેન જેટલોજ રહેશે.પરંતુ આ ટ્રેન 9 નવેમ્બરે રાત્રીના 12.30 રાજકોટથી ઉપડશે. આમ રેલવે દ્વારા પ્રવાસી યાત્રી ટ્રેનનો સમય એવો પસંદ કરાયો છે કે,જ્યારે દિવાળી વેકેશન હોય અને લોકો ફરવા જવાનું વધુ પસંદ કરતા હોય છે.આ યાત્રા દરમિયાન ધર્મશાળાની અંદર રોકાવાનો,નાસ્તાનો બંને સમય ભોજન ખર્ચ રેલવેના પેકેજની અંદર સામેલ છે.પરંતુ જે-તે પ્રવાસન સ્થળની એન્ટ્રી ફી પ્રવાસીઓએ ભરવાની રહેશે. તેમજ ગાઈડ રાખવો હોય તો તેની ફી પણ પ્રવાસીઓ ચુકવવાની રહેશે. આ ઉપરાંત રેલવે નિયમોમાં દર્શાવેલ ન હોય તેવી કોઈ પણ ફી પ્રવાસીએ ચુકવવાની રહેશે.બેય પ્રવાસી યાત્રી ટ્રેનને લઈને કેટલાક નિયમો અને સૂચનાઓ પણ રેલવે દ્વારા જાહેર કરાઈ છે, જે મુજબ લોકલ ટ્રાન્સપોર્ટનો ખર્ચ યાત્રીએ ઉઠાવવાનો રહેશે, રેલવેમાં ફક્ત અને ફક્ત શુદ્ધ શાકાહારી જમવાનું જ મળશે, રેલવેના નિયમો દરેક પેસેન્જરને એકસમાન લાગુ પડશે, જે તે રાજ્યમાં શરાબ પીવાની પરવાનગી હશે તો પણ શરાબનું કે ધુમ્રપાનનું સેવન કરી શકાશે નહીં.તેમજ ટ્રેનમાં પ્રવેશ માટે અને યાત્રા દરમિયાન પોતાની સાથે ફોટો વાળુ સરકારી આઈડી પ્રૂફ પણ રાખવાનું રહેશે.રેલવે દ્વારા યાત્રીઓને આકર્ષવા હરિહર ગંગે અને દક્ષિણ દર્શન સ્પેશિયલ ટ્રેનો શરૂ કરાશે આ ઉપરાંત કોરોના વાયરસને લઈને કેટલીક ગાઈડલાઈનનું પાલન યાત્રીઓ કરવું પડશે.જેમાં યાત્રીઓએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની રહેશે, હાથમોજા અને માસ્ક પહેરવાનું રહેશે. હાથને વારંવાર સેનેટાઈઝ કરવાના રહેશે, પોતાના માલસામાનનો ખ્યાલ અને જરૂરી દવાઓ સાથે રાખવી, જે તે રાજ્યની અને કેન્દ્ર સરકારે બહાર પાડેલી હેલ્થ માર્ગદર્શિકા પાળવાની રહેશે. રેલવે દ્વારા યાત્રીઓને આકર્ષવા હરિહર ગંગે અને દક્ષિણ દર્શન સ્પેશિયલ ટ્રેનો શરૂ કરાશે આ ઉપરાંત જે તે સ્થળ ઉપર આપેલ સૂચનાઓનું પણ ચુસ્ત પણે અમલ કરવાનો રહેશે.અત્યારે કોરોના વાઇરસને કારણે રેલવે દ્વારા બેડશીટ અને ચાદર જેવી વ્યવસ્થા અપાતી નથી એટલે યાત્રીઓએ જરૂરી વ્યવસ્થા જાતેજ કરવાની રહેશે. જમવા માટેની પ્લેટ અને પ્યાલા પણ તેમને ઘરેથી જ લાવવાના રહેશે.
જો યાત્રીઓએ પોતાની ટિકિટ કેન્સલ કરાવવી હોય તો ફક્ત ઓનલાઇન જ થશે. ટ્રેન ઉપડવાના 15 દિવસની અંદર 250 રૂપિયા ચાર્જ લાગશે, 8 થી 14 દિવસ સુધીમાં કુલ પેકેજના 25% ચાર્જ કપાશે,તેમજ 4 થી 7 દિવસ સુધીમાં કુલ પેકેજના 50% ટકા અને ચાર દિવસની અંદર કેન્સલ કરવામાં આવશે તો 100% એટલે કે રિફંડ મળશે નહીં.