ETV Bharat / state

GMDC કેસમાં ધરપકડ ટાળવા હાર્દિક પટેલે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી - પાટીદાર અનામત આંદોલન કેસ

કોગ્રેંસી નેતા હાર્દિક પટેલ વિરૂદ્ધ બિન-જામીનપાત્ર વોરન્ટ બાદ ધરપકડ અને સિદ્ધપુર પોલીસ દ્વારા અન્ય કેસમાં કરાયેલી ધરપકડ બાદ વસ્ત્રાપુર પોલીસ હાર્દિક પટેલની વર્ષ 2015 GMDC પાટીદાર અનામત આંદોલન કેસમાં ધરપકડ કરશે, તેવી શક્યતાને પગલે હાર્દિક પટેલ તરફે શુક્રવારે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.

Etv Bharat, Gujarati News, High Court, GMDC, Hardik Patel
GMDC કેસમાં ધરપકડ ટાળવા હાર્દિક પટેલે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી
author img

By

Published : Jan 31, 2020, 9:47 PM IST

અમદાવાદ: સેશન્સ કોર્ટે ગુરુવારે હાર્દિક પટેલના આગોતરા જામીન અરજી ફગાવી દેતા તેને પડકારતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરી છે. અમદાવાદ સેશન્સ કોર્ટે હાર્દિક પટેલના આગોતરા જામીન અરજી ફગાવતા નોંધ્યું હતું કે, તેની વિરૂદ્ધ 10થી વધુ ગુના નોંધાયેલા છે. GMDC ગ્રાઉન્ડ સભા બાદ થયેલી ઘટના બદલ હાર્દિક પટેલને કોર્ટે મુખ્ય આરોપી માન્યો છે. હાર્દિક પટેલે ઉશ્કેરણીજનક ભાષણો આપ્યા છે અને ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરી રહ્યો છે, ત્યારે આગતોરા જામીન મંજૂર કરી શકાય નહીં.

GMDC કેસમાં ધરપકડ ટાળવા હાર્દિક પટેલે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી

અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં હાર્દિક પટેલ દ્વારા દાખલ કરાયેલી રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે, પાછલા કેટલાક દિવસોથી પોલીસ હાર્દિક પટેલના ઘરની આસપાસ ફરી રહી છે અને તેની ધરપકડ કરે તેની શક્યતા છે. વર્ષ 2015માં GMDC ગ્રાઉન્ડની ઘટના બાદ વસ્ત્રાપુર પોલીસ દ્વારા અજ્ઞાત ટોળા સામે FIR દાખલ કરી હતી. જેમાં અરજદાર હાર્દિક પટેલના નામનો સમાવેશ થતો નથી. હાર્દિક પટેલ ટોળામાં સંડોવાયેલા નથી તેમ છતાં પોલીસ સરકારી દબાણ હેઠળ હાર્દિકની ધરપકડ કરી શકે છે.

કોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે, વર્તમાન સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા કેતન પટેલ દ્વારા GMDC ગ્રાઉન્ડના કાર્યક્રમની મંજૂરી લીધી હતી. હાર્દિક પટેલને મુખ્ય બોલવાચક તરીકે બોલાવવામાં આવ્યા હતા. જોકે તેમના દ્વારા કરવામાં આવેલી માગ યોગ્ય હોવાથી સરકારે કેટલીક નીતિઓમાં ફેરફાર પણ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા હાર્દિક પટેલ પર પાટીદાર અનામત આંદોલન બાદ થયેલી હિંસાના આરોપસર રાજદ્રોહનો કેસ લાદવામા આવ્યો હતો. જેની ટ્રાયલમાં હાર્દિક ગેરહાજર રહેતા તેમની વિરૂદ્ધ બિન-જામીનપાત્ર વોરન્ટ કાઢવામાં આવ્યું હતું. હાર્દિકની ધરપકડ બાદ તેમને કોર્ટે જામીન આપ્યા હતા. હાર્દિક જેલમાંથી બહાર આવે ત્યાં અન્ય એક કેસમાં સિદ્ધપુર પોલીસ દ્વારા હાર્દિકની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાં પણ સ્થાનિક કોર્ટ દ્વારા હાર્દિકને જામીન આપવામાં આવ્યા હતા.

Intro:(નોંધ - આ સ્ટોરીની પીટુસી મોજોથી મોકલી છે)

કોગ્રેંસી નેતા હાર્દિક પટેલ વિરૂધ બિન-જામીનપાત્ર વોરન્ટ બાદ ધરપકડ અને સિદ્ધપુર પોલીસ દ્વારા અન્ય કેસમાં કરાયેલી ધરપકડ બાદ વસ્ત્રાપુર પોલીસ હાર્દિક પટેલની વર્ષ 2015 GMDC પાટીદાર અનામત આંદોલન કેસમાં ધરપકડ કરશે તેવી શક્યતાને પગલે હાર્દિક પટેલ તરફે શુક્રવારે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.
Body:અમદાવાદ શેસન્સ કોર્ટે ગુરુવારે હાર્દિક પટેલની આગોતરા જામીન અરજી ફગાવી દેતા તેને પડકારતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરી છે. અમદાવાદ શેસન્સ કોર્ટે હાર્દિક પટેલની આગોતરા જામીન અરજી ફગાવતા નોંધ્યું હતું કે તેની વિરૂધ 10થી વધું ગુના નોંધાયેલા છે. GMDC ગ્રાઉન્ડ સભા બાદ થયેલી ઘટના બદલ હાર્દિક પટેલને કોર્ટે મુખ્ય આરોપી માન્યો છે. હાર્દિક પટેલે ઉશકેરણીજનક ભાષણો આપ્યા છે અને ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરી રહ્યો છે ત્યારે આગતોરા જામીન મંજૂર કરી શકાય નહિ. અમદાવાદ સિટી સિવિલ એન્ડ શેસન્સ કોર્ટમાં હાર્દિક પટેલ દ્વારા દાખલ કરાયેલી રિટમાં રજુઆત કરવામાં આવી છે કે પાછલા કેટલાક દિવસોથી પોલીસ હાર્દિક પટેલના ઘરની આસપાસ ફરી રહી છે અને તેની ધરપકડ કરે તેની શક્યતા છે. વર્ષ 2015માં GMDC ગ્રાઉન્ડની ઘટના બાદ વસ્ત્રાપુર પોલીસ દ્વારા અજ્ઞાત ટોળા સામે FIR દાખલ કરી હતી જેમાં અરજદાર હાર્દિક પટેલના નામનું સમાવેશ થતું નથી. હાર્દિક પટેલ ટોળામાં સંડોવાયેલા નથી તેમ છતાં પોલીસ સરકારી દબાણ હેઠળ હાર્દિકની ધરપકડ કરી શકે છે.

કોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં રજુઆત કરવામાં આવી છે કે વર્તમાન સતાધારી પક્ષ સાથે જોડાયેલા કેતન પટેલ દ્વારા GMDC ગ્રાઉન્ડના કાર્યક્રમની મંજૂરી લીધી હતી. હાર્દિક પટેલને મુખ્ય બોલવાચક તરીકે બોલાવવામાં આવ્યા હતા જોકે તેમના દ્વારા કરવામાં આવેલી માંગ યોગ્ય હોવાથી સરકારે કેટલીક નીતિઓમાં ફેરફાર પણ કર્યો છે.
Conclusion:ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા હાર્દિક પટેલ પર પાટીદાર અનામત આંદોલન બાદ થયેલી હિંસાના આરોપસર રાજદ્રોહનો કેસ લાદવામા આવ્યો હતો જેની ટ્રાયલમાં હાર્દિક ગેરહાજર રહેતા તેમની વિરૂધ બિન-જામીનપાત્ર વોરન્ટ કાઢવામાં આવ્યું હતું. હાર્દિકની ધરપકડ બાદ તેમને કોર્ટે જામીન આપ્યા હતા. હાર્દિક જેલમાંથી બહાર આવે ત્યાં અન્ય એક કેસમાં સિદ્ધપુર પોલીસ દ્વારા હાર્દિકની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાં પણ સ્થાનિક કોર્ટ દ્વારા હાર્દિકને જામીન આપવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.