ETV Bharat / state

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ હાર્દિક પટેલે પોતાની આગામી રણનીતી અંગે ઈટીવી ભારત સાથે કરી ખાસ વાતચીત

author img

By

Published : Jul 14, 2020, 5:36 PM IST

કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશની અને ગુજરાતની રાજનીતિમાં ચોંકાવનારો નિર્ણય કરીને યુવા નેતા 26 વર્ષના હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો નિર્ણય કર્યો છે. જેને લઇ હાર્દિક પટેલે ઈટીવી ભારતના સંવાદદાતા પાર્થ શાહ સાથે ખાસ વાતચીત કરી છે.

કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ હાર્દિક પટેલની પોતાની આગામી રણનીતી અંગે ઇટીવી ભારત સાથે કરી ખાસ વાતચીત

અમદાવાદઃ કોંગ્રેસ પાર્ટી દ્વારા હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો નિર્ણય કર્યો છે, સોશિયલ મીડિયામાં ફરીથી હાર્દિકના સમર્થનનું ઘોડાપૂર આવ્યું છે અને હજારોની મેદનીમાં ઘેરાયેલા હાર્દિકને લાંબા સમય પછી ધાર્યું તીર વિંધ્યામાં સફળતા મળી હોવાની કહેવત આજે સાકાર થઇ છે.

હાર્દિક પટેલે કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ પોતાની આગામી રણનીતિ જાહેર કરી છે. કોંગ્રેસ 2022માં ગાંધીનગરની ગાદી પર સત્તા અપાવવા માટે હાર્દિક પાસે સૌથી મોટો ગેમ ચેન્જર પ્લાન તૈયાર હોવાનો હાર્દિકે દાવો કર્યો છે. હાર્દિક પટેલે જણાવ્યું કે દેશમાં જેવી રીતે સરકાર ચૂંટાઈને આવે છે તેવી રીતે વિરોધ પક્ષ પણ ચૂંટાઈને આવે છે.

રાજ્યમાં અને દેશમાં મજબૂત વિરોધ પક્ષ સારી લોકશાહીની નિશાની છે. અત્યાર સુધી છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 60-50 બેઠકો જ વિજય થતી હતી. જો કે વર્ષ 2017માં પહેલી વાર કોંગ્રેસ 80 કરતા વધુ બેઠકો જીતી હતી. જેમાં સૌથી મોટો ફાળો યુવા નેતા હાર્દિક પટેલનો હતો. તેવું રાજકીય નિષ્ણાતોનું માનવું છે. પરંતુ કોંગ્રેસ માટે હાર્દિક પટેલનું પાટીદાર અનામત આંદોલન આશીર્વાદ સમાન રહ્યું હોય તે બાબત સ્પષ્ટ છે.

હાર્દિક પટેલે પોતાની એક આગામી રણનીતિ જાહેર કરતાં કહ્યું કે આગામી સમયમાં હું રાજ્યનો પ્રવાસ કરી જ રાજ્યના 16000 ગામડા છે, એક એક ગામડામાં જઈશ અને ગુજરાતની સાડા છ કરોડ જનતાને રૂબરૂ મળીશ. એક વ્યક્તિને સાંભળી અને તેમને શું જોઈએ છે? તેમના પ્રશ્નો શું છે? તે સાંભળીને તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશ. હાર્દિક પટેલે જણાવ્યું કે આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં 8 બેઠકો પર વિજય પણ મેળવીશું તે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે.

હાર્દિકે સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે જનતાને શું જોઈએ છે તે સરકાર પૂછતી નથી. તમે હોટલમાં જમવા જાવ તો ગુજરાતી જમવું છે કે પંજાબી એની પસંદગી આપવામાં આવે છે. જ્યારે સરકાર જનતાને કોઈ પસંદગી નથી આપતી. અને સીધી જમવાનું પીરસી દેવામાં આવે છે. જેના કારણકે ગુજરાતની જનતા ખુબજ એકનું એક જમવાનું ખાઈ કંટાળી ગઈ હોવાનું હાર્દિકે જણાવ્યું છે.

હાર્દિક પટેલને કોંગ્રેસ નારાજગી અંગે સવાલ પૂછવામાં આવતા તેને આડકતરી રીતે જવાબ આપતા કહ્યું કે કોંગ્રેસમાં કોઈ નારાજગી નથી. જો કોઈ નારાજગી છે તો રાજીનામું આપીને ભાજપમાં ભળવાનો અર્થ નથી. જ્યારે રાજીનામું આપેલા ધારાસભ્ય પર આક્રોશ કરતા જણાવ્યું કે અરે ભાઈ જનતાએ તને 2.5 લાખ લોકોએ પોતાની સેવા કરવા માટે બેસાડયો છે તો તું એની સેવા કરને? પણ કેટલાક નેતાઓ સરકારના પૈસા માટે જેલમાં જવાના ડરથી ભાજપમાં મળી જઇ રહ્યા હોવાનો હાર્દિક પટેલે આક્ષેપ કર્યો છે. જો.કે અગાઉ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં નારાજગી છે. અસંતોષ પણ છે. પરંતુ અમે એને દૂર કરીશું ક્યાંક કચાશ રહી ગઈ હશે તો તેને દૂર કરવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશું અને આગામી સમયમાં જનતાની વચ્ચે મજબૂતાઇથી અમારા મુદ્દાઓને રાખીશું.

હાર્દિક પટેલે આગામી 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેને જણાવ્યું કે ભારે બહુમતી સાથે ગુજરાતની ગાદી બેસીશું, ગુજરાતના તમામ જિલ્લા અને શહેરોમાં લોકોના પ્રશ્નોને વાચા આપવામાં આવશે જેના કારણ કે અમે બહુમતી સાથે સરકાર બનાવીશું, જો કે, હાર્દિક પટેલે કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ એક ટ્વીટ કર્યું અને મીડિયાના કેમેરા સામે જણાવ્યું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ એક તૃતીયાંશ બહુમતથી સરકાર બનાવશે આ ગણિતનો અર્થએ થાય છે કે ભાજપ 2022માં 122 બેઠકો જીતશે. આ ટ્વીટમાં જ હાર્દિકે અધ્યક્ષ બન્યા બાદ સૌથી પહેલો ભાંગરો વાટયો હતો. હાર્દિકને આ બાબતનું જ્ઞાન થતા હાર્દિકે ટ્વીટ ડીલીટ મારવાની ફરજ પડી હતી.

જો કે હવે હાર્દિક પટેલ જે વર્ષ 2015થી સમાજ માટે રણનીતિઓ તૈયાર કરતો હતો. આજે હવે પાર્ટી માટે રણનીતિ તૈયાર કરશે. ત્યારે કોંગ્રેસને આગામી ચૂંટણીઓમાં કેટલો નફો અને કેટલો વકરો કરાવી આપે છે તે તો હવે જોવું જ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.