અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ભુજ, ગાંધીધામ, મહેસાણા, પાલનપુર, વિરમગામ, સાબરમતી તથા અમદાવાદ સ્ટેશનો પર યાત્રીઓની સુવિધા માટે હેન્ડ સેનિટાઈઝર મશીનો લગાવવામાં આવ્યા છે.
કોરોના સંકટ સમયે સાવચેતી માટે દરેક પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે.રેલવે સ્ટાફ માટે સ્ટેશનો તથા મંડળ કાર્યાલયોમાં હેન્ડ સેનિટાઈઝર મશીનો સ્થાપિત કરવામાં આવ્યા છે.અમદાવાદ સ્ટેશનથી યાત્રીઓ માટે દસ ટ્રેનો સંચાલિત કરવામાં આવી છે.આના માટે અમદાવાદ સ્ટેશન પર યાત્રીઓની સુરક્ષા તપાસ, લગેજ સેનિટાઈઝર, શૂ સેનિટાઈઝર મેટ તથા હેન્ડ સેનિટાઈઝર મશીનો લગાવવામાં આવી છે.
આ સિવાય અમદાવાદ રેલવે સ્ટેશન પર યાત્રીઓની સુવિધા માટે ફેસ માસ્ક, સેનિટાઈઝર માટે ઓટોમેટિક વેંડિંગ મશીન પણ લગાવવામાં આવ્યું છે.