અમદાવાદ: કોરોનાનો સમય પસાર થઇ ગયો અને મહામારીના આ સમય દરમ્યાન શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય સદંતર ઠપ થઇ ગયું હતું. વિદ્યાર્થીઓ પણ લગભગ મોટા પ્રમાણમાં શૈક્ષણિક કાર્યથી વંચિત થઇ ગયા હતા. જોકે કોરોના કાળ સમાપ્ત થઇ ગયો અને રાબેતા મુજબ ફરીથી શાળાઓ ધમધમતી થયાંને સમય થવા આવ્યો છે, ત્યારે શાળા સંચાલકો સહીત બાળકોના વાલીઓ પણ આરોગ્ય બાબતે સજાગતા કેળવી રહ્યા છે. જોકે હાલમાં પરીક્ષાઓ શરુ થઇ છે ત્યારે H3N2 નામના વાયરસે લોકોને ફરીથી ચિંતામાં મૂકી દીધા છે.
H3N2 વાયરસથી સાવચેતી: હાલમાં H3N2 નામના વાયરસે લોકોની ચિંતા વધારી છે ત્યારે અમદાવાદના મણિનગર વિસ્તારની શ્રી સરસ્વતી શાળામાં યોજાયેલ મેડિકલ ચેકઅપ ટાઈમ દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી માહિતી પુરી પાડવામાં આવી હતી. સાથે સાથે શાળાનો સ્ટાફ અને વાલીઓ પર જાગૃત બને તે માટે સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા. શાળા પ્રદ્ધાંચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલના સમય માં શિક્ષણ જરૂરી છે પણ શિક્ષણની સાથે સાથે આરોગ્ય પણ એટલું જ જરૂરી છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ શારીરિક રીતે સ્વસ્થ રહે અને આરોગ્ય પ્રત્યે સભાન બને તેવા કર્યો પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે જે સંદર્ભે વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાને લઇ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ આરોગ્ય થાકી 1100 જેટલાં વિદ્યાર્થીઓને હેલ્થ કાર્ડ પણ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો Adenovirus Cases : પ.બંગાળમાં એડેનોવાયરસના કેસ સૌથી વધુ, સામાન્ય લક્ષણથી થાય છે સમસ્યાઓ
તંત્ર સજાગ: ગુજરાતમાં વધી રહેલા H3N2 વાયરસને લઇ આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે. ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા આ સંદર્ભે આરોગ્યલક્ષી બેઠક પણ બોલાવવામાં આવી હતી. જેમાં રાજ્યમાં હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ વાયરસ અંગે સમીક્ષા કરવા અને અગમચેતીના ભાગરૂપે આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે હેલ્થ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી વાયરસની હાલની સ્થિતિને વળવા જરૂરી પગલાં લેવા સૂચન કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સમયસર પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે શાળાઓ પણ આ બાબતે સજાગ બની છે.
આ પણ વાંચો What is H3N2 virus: H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસ શું છે અને તેને ફેલાતા કેવી રીતે રોકી શકાય
હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા: શાળાના આચાર્ય સમીરભાઈ પરીખ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે અમારી શાળામાં ભણતા દરેક વિદ્યાર્થીઓ પર શાળા દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ અમારી શાળામાં ભાણી રહ્યા છે તે તમામ વિદ્યાર્થીઓને જ્યાં સુધી શાળામાં રહેશે ત્યાં સુધી હેલ્થકાર્ડની જાળવણી કરી તમામ વિદ્યાર્થીઓના આરોગ્યને પ્રાધાન્ય આપવામાં આવશે.