ETV Bharat / state

કોરોના કાળ પછી અમદાવાદમાં શરૂ થયા ગુજરાતી નાટક

author img

By

Published : Dec 28, 2020, 11:34 AM IST

Updated : Dec 28, 2020, 11:47 AM IST

કોરોનાને કારણે નાટક અને નાટ્યગૃહો બંધ કરી દેવામાં આવ્યા હતા, ત્યારે 10 મહિના બાદ અમદાવાદના ઠાકોરભાઈ હોલ ખાતે ગુજરાતી નાટક "એમ પૂછીને થાય નહીં પ્રેમ" ની ભજવણી કરવામાં આવી હતી.

કોરોના કાળ પછી આજથી અમદાવાદમાં શરૂ થયા ગુજરાતી નાટક

  • અમદાવાદમાં શરૂ થયા ગુજરાતી રંગમંચ
  • નાટક "એમ પૂછી ને થાય નહી પ્રેમ" ની ભજવણી કરવામાં આવી
  • ફક્ત 200 પ્રેક્ષકોની વચ્ચે સરકારી ગાઈડલાઈન પ્રમાણે કરવામાં આવ્યું આયોજન
  • પ્રેક્ષકોની સંખ્યા ઘટતા નિર્માતા દ્વારા હોલ ભાડું ઘટાડવા માગ

અમદાવાદઃ કોરોના વાઇરસના કહેર વચ્ચે અમદાવાદમાં 10 મહીના બાદ રંગમંચ ફરીથી ઝૂમી ઉઠ્યા છે. કોરોના ગાઇડ લાઇનનું પાલન કરીને અમદાવાદમાં નાટક ભજવવામાં આવ્યું હતું.

શરૂ થયા તખ્તા પર ગુજરાતી નાટક

સરકારી ગાઈડલાઈન પ્રમાણે ફક્ત 200 પ્રક્ષકોની વચ્ચે નાટકના પ્રયોગોની શરૂઆત અમદાવાદના લો ગાર્ડન ખાતે આવેલા ઠાકોરભાઈ હોલ ખાતે કરવામાં આવી છે. હવે કલાકરો અને પ્રેક્ષકો પણ સાથ આપી રહ્યા છે અને નાટક જોઈને મનોરંજન મેળવી રહ્યા છે. લોકડાઉનના સમયમાં કલાકારો આ મંચથી દૂર રહ્યા છે પણ હવે તેઓ નાટકની નજીક આવીને પ્રેક્ષકોને મનોરંજન આપવા તૈયાર છે. કલાકારો અને પ્રેક્ષકો બંને આ વાતથી ખુશ છે કે નાટ્યગૃહો શરૂ થયા છે અને કલાકારો તેમની કલા પીરસી શકશે.

કોરોના કાળ પછી અમદાવાદમાં શરૂ થયા ગુજરાતી નાટક

લોકડાઉન બાદ 10 મહિના પછી ખુલ્યા છે રંગમંચ

કોરોનાને કારણે નાટક અને નાટ્યગૃહો બંધ કરી દેવામાં આવ્યા હતા, આજે 10 મહિના બાદ અમદાવાદના ઠાકોરભાઈ હોલ ખાતે ગુજરાતી નાટક "એમ પૂછી ને થાય નહીં પ્રેમ" ની ભજવણી કરવામાં આવી હતી.

નાટકના પ્રથમ દિવસથી જ થિયેટર દર્શકોથી ભરાઈ ગયું

સરકારી ગાઈડલાઈન પ્રમાણે ફક્ત 200 પ્રેક્ષકો સાથે સોશિયલ ડિસ્ટનસિંગના પાલન સાથે આ નાટક ભજવવામાં આવ્યું હતું. આ નાટકના નિર્માતા અભિલાષ ઘોડા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, કલાકારો અને દર્શકો વચ્ચે રંગભૂમિ મહત્વની કડી હોય છે અને છેલ્લા 10 મહિનાથી વધુ સમયથી કલાકારો અને પ્રેક્ષકો નાટક અને રંગમંચથી દુર રહ્યા છે, તેવા સમયમાં પણ આ કલાકારોએ ઓનલાઇનમાં પણ પ્રેક્ષકોનું મનોરંજન કર્યું છે, પરંતુ નાટકની મજા કંઈક ઓર હોય છે અને આ રંગમંચ સાથેનો નાતો અતૂટ હોય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ઘણા ઓડિટોરિયમના ભાડા ઓછા કરવામાં આવ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ સરકાર દ્વારા સરકારી ગાઈડલાઈન પ્રમાણે પ્રેક્ષકો હોવાના લીધે ઓડિટોરિયમના ભાડામાં ઘટાડો થાય તેવી માગ કરી છે. નાટકની શરૂવાત થતા તમામ કોવિડ 19ના નિયમો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે રંગભૂમિની શરૂઆત કરવામાં આવી છે.

ઓડિટોરિયમને કરવામાં આવ્યા સેનેટાઈઝ

નાટક શરૂ કરતાં પહેલાં પુરા ઓડિટોરિયમને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. આ સાથે સોશિયલ ડિસ્ટન્સના પાલન માટે 200 દર્શકોને જ ટીકિટ આપવામાં આવી હતી. બીજી તરફ રંગમંચના આ તમામ કલાકારોએ નાટક શરૂ થાય તે પહેલાં તમામ પ્રેક્ષકોની પૂજા કરી હતી અને આવનારું વર્ષ સારું રહે તે માટે પ્રાર્થના પણ કરી હતી.

Last Updated : Dec 28, 2020, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.