અમદાવાદઃ રવિવારે અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો. રવિવારે અમદાવાદીઓના દિવસની શરૂઆત વરસાદી માહોલમાં થઈ હતી. ઈસ્કોન,સરખેજ,જોધપુર,મકરબા સહિતના વિસ્તારમ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જોકે, વહેલી સવારથી વાતાવરણમાં એક પ્રકારનો પલટો જોવા મળ્યો હતો. માત્ર અમદાવાદ જ નહીં ગાંધીનગર માં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. અરવલ્લી-સાબરકાંઠામાં વરસાદ રવિવારે સવાર વરસાદ શરૂ થયો હતો.
અરબી સમુદ્રમાં સિસ્ટમઃ હવામાન ખાતાના એક રીપોર્ટ અનુસાર અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થવાને કારણે એક અસર જોવા મળી છે. સવારે અમદાવાદ શહેરમાં વાવાઝોડા જેવું હવામાન જોવા મળ્યું હતું. ભારે પવન સાથે વરસાદ થતા જાણે તાઉતે સક્રિય થયું હોય એવું ચિત્ર જોવા મળ્યું છે. હવામાન ખાતાની આગાહી અનુસાર રવિવારે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્તા છે. જે આગાહી સાચી પુરવાર થઈ હતી. રવિવારથી ચાર દિવસ સુધી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે પવન ફૂંકાશે.
60 કિમી ઝડપે પવનઃ હવામાન ખાતાના રીપોર્ટ અનુસાર સમગ્ર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડશે. ખાસ કરીને પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, સુરેન્દ્રનગર તથા કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડશે. સવારે 8 વાગ્યાથી ત્રણ કલાક ભારે હોવાની આગાહી હવામાન ખાતાએ આપી હતી.
અમદાવાદમાં વરસાદી રવિવારઃ એસ.જી.હાઈવ પરની વિઝિબિલીટી ખૂબ ઓછી જોવા મળી હતી. વહેલી સવારે વાહનોની લાઈટ ફરજિયાત ચાલું રાખવી પડે એવી સ્થિતિ જોવા મળી હતી. નરોડા,બાપુનગર ,કૃષનગર વિસ્તારમાં કડાકા ભડાકા સહિત વરસાદ થયો હતો. ભારે ગાજવીજ સાથે વરસાદ થયો શરૂ થતા જાણે ચોમાસું સક્રિય થયું હોય એવો માહોલ જોવા મળ્યો હતો.
ડબલ ઋતુઃ છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. જેના કારણે સવારે બફારો અનુભવાય છે જ્યારે વીકએન્ડમાં જોરદાર વરસાદ આવે છે. ગત શનિવાર અને રવિવારે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જાણે મેઘરાજા વીકએન્ડ મનાવવા માટે અમદાવાદ અને મધ્ય ગુજરાત પર મહેરબાન થયા હોય એવો માહોલ જોવા મળે છે.
રવિવારે ક્યાં વરસાદઃ હવામાન ખાતાની આગાહી અનુસાર રવિવારે બનાસકાંઠા, આણંદ, ડાંગ, તાપી તથા ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ થવાના એંધાણ છે. જ્યારે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે. જ્યારે વડોદરા અને અમદાવાદ, રાજકોટ જેવા મહાનગરમાં સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમની એક અસર જોવા મળશે.
આ વિસ્તારમાં વરસાદઃ અમદાવાદના નિકોલ, નરોડા, આનંદનગર, સેટેલાઈટ, સરખેજ, ચાંદલોડિયા, મેઘાણીનગર, રાણીપ, સરદારનગર, અસરવા, વસ્ત્રાપુર, શાહીબાગ, ઘાટલોડિયા, મેઘાણીનગર, પાલડી, નવરંગપુરા, કુબેરનગર, સાબરમતી, રાણીપ, ઠકકરનગર, સાઉથ બોપલમાં વરસાદ થયો હતો. જ્યારે વડોદરાના અલ્કાપુરી, અકોટા,માંજલપુર, સમા, બોપદ, છાણી અને સરદાર એસ્ટેટ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો. જ્યારે અનેક એવા વિસ્તારમાં 35થી વધારે વૃક્ષો જમીનદોસ્ત થયા હતા. ફાયર વિભાગે આપેલા એક રીપોર્ટમાંથી આ વિગત સામે આવી છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેના ભારે હાલાકીનો સામનો લોકોને કરવો પડ્યો હતો.
સાબરકાંઠામાં વરસાદઃ સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો. હિંમતનગર, ઇડર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વાવાઝોડું જોવા મળ્યું હતું. વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી. તોફાની પવન ફૂકાવવાની અને વરસાદની હવામાન ખાતા એ આપી છે.