ETV Bharat / state

Gujarat Weather Updates: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સોમવારથી ફરી ત્રણ દિવસ ભારે, ધોધમાર વરસાદની શક્યતા

author img

By

Published : Jul 10, 2023, 7:08 AM IST

ગુજરાત રાજ્યમાં ચોમાસાનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત પર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ઉપલેટા પંથકમાં 10 ઈંચ વરસાદ થતા NDRFની ટીમ બોલાવી પડી હતી. જ્યારે સાંતલપુરમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા. હવામાન વિભાગની આગાહી અનુસાર તારીખ 11 બાદ ક્રમશઃ રીતે ચોમાસાનું જોર ઘટી જશે. પછી છૂટોછવાયો વરસાદ પડશે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજું ધોધમાર વરસાદ થઈ શકે

Gujarat Weather Updates: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સોમવારથી ફરી ત્રણ દિવસ ભારે, ધોધમાર વરસાદની શક્યતા
Gujarat Weather Updates: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સોમવારથી ફરી ત્રણ દિવસ ભારે, ધોધમાર વરસાદની શક્યતા

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં સોમાવારથી ત્રણ દિવસ સુધી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં મંગળવારે વરસાદ પડી શકે છે. જ્યારે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, ખેડા, મહિસાગર, ભરૂચ, બોટાદ, અમરેલી, અમદાવાદ, જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિભારે વરસાદ થઈ શકે છે. બુધવારે આણંદ, વડોદરા, ભરૂચ જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે પાટણ, સાબરકાંઠા,ખેડા, અમદાવાદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર તેમજ બોટાદ પંથકમાં અતિભારે વરસાદ બુધવારે પડી શકે છે.

Gujarat Weather Updates: અમદાવાદમાં વરસાદને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ

જોર ઘટી જશેઃ ગુરૂવારે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી તેમજ ભાવનગરમાં વરસાદ થશે. ગુરૂવાર પછી ધીમે ધીમે વરસાદનું જોર ઘટી જશે. એ પછી માત્ર હળવા ઝાપટા પડશે. ચોમાસું પછી ગુજરાતમાં નબળું પડશે અને ધીમે ધીમે વિદાય લેશે. સૌરાષ્ટ્રમાં કુલ 10 ઈંચ અને ઉત્તર ગુજરાતમાં પોણા સાત ઈંચ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્ર પંથકમાં રવિવારે પણ મેઘરાજા મન મૂકીને વરસી ગયા હતા. ગુરૂવારથી માત્ર સફેદ વાદળ જોવા મળશે. મૂશળધાર વરસાદ થવાની કોઈ શક્યતાઓ નથી.

સીઝનનો 40 ટકા વરસાદઃ સતત ત્રણ દિવસથી ગુજરાતના જુદા જુદા પંથકમાં વરસાદ પડી રહ્યો છે. કુલ મળીને 235 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી હતી. જ્યારે 100 તાલુકાઓમાં 1 ઈંચથી વધારે વરસાદ થયો હતો. અત્યાર સુધીમાં સીઝનનો 40 ટકા વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ પંથકમાં બપોરના સમયે બે કલાકમાં 8 ઇંચ વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાતના પાટણના સાંતલપુર તાલુકામાં તેમજ રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીમાં 6-6 ઇંચ વરસાદ થયો છે. કચ્છ જિલ્લાના અબડાસા અને તીર્થભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં અનરાધાર સવા પાંચ વરસાદ થયો હતો.

Gujarat Weather Updates: બનાસકાંઠાથી લઈને પાટણ સુધી વરસાદ, પાણી ભરાતા માર્કેટ બંધ

સૌરાષ્ટ્રમાં મેઘમહેરઃ એ સિવાય ઉપલેટામાં 123 મીમી, વંથલીમાં 100, ગોંડલમાં 84 અને ગઢડામાં 83 મીમી વરસાદ થયો છે. રવિવારે સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 213 તાલુકામાં અને રવિવારે સાંજે 4થી 6 વાગ્યાના બે કલાકના ગાળામાં 47 તાલુકામાં અઢીથી અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. 60 તાલુકામાં 1થી 6 ઈંચ વરસાદ થયો હતો. એ સાથે રવિવારે સવારે પૂરા થતા 24 કલાકમાં 224 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. કચ્છના લખપત તાલુકાના મોટી છેર ગામે દીવાલ ધરાશાયી થતા ત્રણ બાળકો દટાયા હતા. જેમાં એકનું મોત નિપજ્યું છે.

Gujarat Weather Updates: મહાનગરને જોડતા હાઈવે પણ પાણીથી જળબંબાકાર

અંડરપાસ બંધઃ ગાંધીનગરમાં આવેલા ઘ-4 વિસ્તાર પાસે બનાવવામાં આવેલા અંડરપાસમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અંડરપાસમાં ઈજનેર કોઈ થાપ ખાઈ ગયા હતો. એ ચિત્ર પુરવાર થયું છે. સામાન્ય રીતે જ્યારે પણ કોઈ અંડરપાસ બને છે ત્યારે વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવે છે. પણ આ અંડરપાસમાં કોઈ પ્રકારની વ્યવસ્થા જોવા મળી નથી. પાણીને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો.

  1. India Rain Update: ઉત્તર ભારતમાં મેઘમહેર બની કહેર, હિમાચલમાં 70 ઘર ધરાશાયી, 133 રસ્તા બંધ
  2. Valsad News: કાકડમટી ગામમાં સ્મશાન ન હોવાથી અગ્નિસંસ્કાર માટે હાલાકી, નનામીને નદી પાર કરાવી લઈ જવાનો આવ્યો વારો

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.