અમદાવાદ : ગુજરાતમાં ધીરે ધીરે તાપમાન ઊંચું જઈ રહ્યું છે, ત્યારે હવે લોકોને કાળઝાળ ગરમીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. હાલમાં ગુજરાતભરમાં બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. ગરમીને લઈ હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે. ઉનાળો ચરમસીમાએ ચાલી રહ્યો છે. તેવામાં અમદાવાદ વાસીઓને ગરમી માટે તૈયાર રહેવા હવામાન વિભાગે આગાહી કરી છે. ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી પર એક નજર કરવામાં આવે તો રાજ્યમાં આગામી 5 દિવસ સૂકું વાતાવરણ રહેશે.
ક્યા કેટલું તાપમાન : જેમાં બે દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહિ મળે. જ્યારે 2 દિવસ બાદ 1 ડિગ્રી જેટલું તાપમાન ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો હાલના સમયમાં સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી, અમરેલીમાં 40.8 ડિગ્રી, અમદાવાદમાં 40.5 ડિગ્રી, રાજકોટમાં 40.3 ડિગ્રી અને ગાંધીનગર 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેમાં આજથી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલીમાં 1 ડિગ્રી તાપમાન વધવાની શકયતાઓ રહેલી છે.
આ પણ વાંચો : Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી, આટલા દિવસ વરસાદ સાથે વાતાવરણ ઠંડુ રહેશે
ઉતરી દિશાથી સૂકા પવન : જોકે હવામાન વિભાગ દ્વારા હાલ યલ્લો એલર્ટની કોઈ આગાહી કરવામાં આવી નથી. તેમજ વરસાદની પણ કોઈ આગાહી કરાઈ નથી. હાલ તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાય છે. 41થી 43 ડિગ્રી તાપમાન હોય, ત્યારે યલ્લો એલર્ટ આપવામાં આવે છે. જ્યારે બાકીના સ્થળોએ 35થી 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પણ હવે ઉતરી દિશાથી સૂકા પવન ફૂંકાવાને લઈને તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : Unseasonal Rain : રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદથી ક્યાક શિમલા જેવા દ્રશ્યો પણ ખેડૂતોને ઉપાદીનો માર
ગરમી ક્રમશ વધશે : જ્યારે થોડો જ સમય બાકી રહ્યો છે ઉનાળાને, ત્યારે મોસમ પણ પોતાનો મિજાજ વારંવાર બદલી રહ્યો છે. આ વર્ષે તો બધી ઋતુઓ સાથે હોય એવો એહસાસ જોવા મળ્યો હતો.હવે ઉનાળો સ્થિર થયો છે, ત્યારે આવનારા સમયમાં ગરમી ક્રમશ વધશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર આગામી સમયમાં વરસાદની કોઈ સંભાવના નથી. ગરમી પોતાનો પ્રકોપ જાળવી રાખશે. જોકે હજુ યલો એલર્ટ આપવામાં આવે તેવા કોઈ સંજોગો દેખાતા નથી, તે એક રાહતની વાત ગણી શકાય.