અમદાવાદ : છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.વાતાવરણ છે. શિયાળાની ઋતુ જામી છે અને વાતાવરણમાં ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં ડિસેમ્બર મહિનો અડધો વીતી ગયો છે ત્યારે ઋતુ બદલાવને કારણે ઠંડી પણ ધીરે ધીરે પોતાનું વર્ચસ્વ જમાવી રહી છે ત્યારે આગામી સપ્તાહને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.
સૂકું વાતાવરણ રહેશે : હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી સપ્તાહ દરમ્યાન વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે જ્યારે વરસાદ આવે તેવા કોઈ સંજોગો જોવા નથી મળી રહ્યા. જોકે રાજ્યમાં આગામી 4 દિવસ સુધી તાપમાન સ્થિર રહેવાની શક્યતા છે જ્યારે 4 દિવસ બાદ તાપમાનમાં વધારો નોંધાય તેવી શક્યતા છે.
તાપમાન સ્થિર : હાલ ગુજરાતમાં વાતાવરણ સૂકું જોવા મળી રહ્યું છે અને સવાર અને રાત્રીના સમયમાં ઠંડીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે અને માવઠાની કોઈ શક્યતા નથી. જોકે હાલ વાતાવરણ સૂકું રહેવાને કારણે તાપમાનમાં વધારો જોવા નહીં મળે. જેને કારણે આગામી 3 દિવસ સુધી તાપમાન સ્થિર રહેવાની શક્યતા છે.
ચાર દિવસ બાદ તાપમાન વધશે : જ્યારે 4 દિવસ બાદ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. જોકે હાલ ગુજરાતમાં જોવા જઈએ તો ડિસેમ્બરમાં તાપમાનનો પારો નીચે જતાં સવારમાં કડકડતી ઠંડી જોવા મળે છે. પરંતુ આ વખતે દર વર્ષની જેમ કોલ્ડ વેવની ઠંડી જોવા મળી નથી. રાજ્યમાં હાલ નલિયા સૌથી વધુ ઠંડું શહેર નોંધવામાં આવ્યું હતું. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 13 ડિગ્રીની આસપાસ જોવા મળ્યો હતો.
ઠંડી પણ નહીં વધે : ઉલ્લેખનીય છે કે ગુજરાતના વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ઉનાળો હોય કે શિયાળો તમામ ઋતુમાં વરસાદ પડ્યો છે. તો ચોમાસામાં અતિવૃષ્ટિ પણ જોવા મળી હતી. આ વખતે તો શિયાળો શરૂ થતાં જ કમોસમી વરસાદે ગુજરાતને ધમરોળ્યા બાદ ઠંડી અનુભવાઇ હતી. ત્યારે હવે હવામાન વિભાગે ફરી વાર આવનારા સપ્તાહને લઈને કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની સાથે માવઠાની કોઈ શક્યતા વ્યક્ત કરી નથી. હાલ રાજ્યના વાતાવરણમા ઠંડી તો જોવા મળી રહી છે. અને આવનારા દિવસોમાં ઠંડી વધવાની પણ કોઈ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી નથી.