ETV Bharat / state

Gujarat weather forecast: રાજ્યમાં ગરમીનો પ્રકોપ, 48 કલાક સુધી હીટવેવની આગાહી - weather forecast heatwave forecast for 48 hours

રાજ્યમાં ગરમીનો પ્રકોપ 48 કલાક સુધી રહેવાની સંભાવનાઓ જાહેર કરવામાં આવી છે. જેમાં રાજકોટ, કચ્છ અને રેન્દ્રનગરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ગરમીનો પ્રકોપ, 48 કલાક સુધી હીટવેવની આગાહી

author img

By

Published : Feb 20, 2023, 3:58 PM IST

અમદાવાદ: રાજયમાં અચાનક ગરમી પડવા લાગી છે. આ વખતે જોરદાર ગરમી પડશે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. ખાસ કરીને ગુજરાતના અમદાવાદમાં ભારે ગરમી પડવાની શકયતાઓ હવામાન વિભાગ કહી રહ્યું છે.

રાજ્યમાં ગરમીનો પ્રકોપ, 48 કલાક સુધી હીટવેવની આગાહી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ, 48 કલાક સુધી હીટવેવની આગાહી

હવામાનની આગાહી: હવામાન વિભાગએ જાણકારી આપી છે કે સુકા અને ગરમ પવનો ફુંકાશે અને તેની સાથે 48 કલાક સૌરાષ્ટ્ર કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આ જાણકારી આપતા વધુમાં તેમણે કહ્યું કે પહેલી વાર 50 વર્ષ બાદ બન્યું હશે કે ફેબ્રુઆરીમાં આટલી ગરમી પડી રહી છે.સુરેન્દ્રનગર,અમદાવાદ, રાજકોટમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આ તાપમાનના આંકડામાં 40 ડિગ્રીથી પણ પાર જવાની સંભાવનાઓ જોવા મળી રહી છે.

આ પણ વાંચો Gujarat Weather Today : પાછલા 30 વર્ષના ઇતિહાસને પાછળ છોડતી આજની ગરમી

ગુજરાતમાં બેવડી ઋતુ: છેલ્લા કેટલાય દિવસોથી ઠંડી સાથે ગરમીનો અનૂભવ થઇ રહ્યો છે. જેના કારણે બિમારીના કેસોમાં પણ વધારો થયો છે. સવારે ઠંડી હોય છે તો બપોરના ગરમી હોય છે તો રાત્રે ફરી ઠંડી હોય છે. અમદાવાદમાં ફેબ્રુઆરીની ગરમીએ 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો હોવાનું પણ એક રિપોર્ટમાં સામે આવ્યું છે. જે વાતાવરણનો અત્યારે અનૂભવ થઇ રહ્યો છે તે લગભગ માર્ચમાં થતો હોય છે. પરંતુ આ વખતે વાતાવરણ કંઇક અલગ મિજાજમાં જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો Cold-weather: સાબરકાંઠા જિલ્લામાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેતા રવિ પાકને ફાયદો

4 દિવસથી વાતાવરણની બદલી હવા: અચાનક ચાર દિવસથી વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. જેની ચોક્કસ અસર માનવ જીવન પર પડી રહી છે. અમદાવાદ સિવિલમાં ઝાડા-ઉલટીના કેસોમાં પણ વધારો થયો છે. જોકે આ મહિનામાં 35 ડિગ્રી જેવું તાપમાનમાં વધારો થતો હોય છે. આ વખતે 40 ડિગ્રીએ પહોંચી ગયું છે. અત્યારથી જ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે.

હીટવેવની આગાહી: રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે આ શહેરોનું તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાવવાની શક્યતાઓ જોવા મળી રહી છે. બે દિવસ બાદ ફરી વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. પરંતુ હાલ રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. લોકો અત્યારથી જ ગરમીથી કંટાળી ગયા છે તો આવનારા દિવસો કેવી રીતે નિકાળશ તે પણ આકરો સવાલ કહી શકાય.

કેટલું નોંધાયું તાપમાન: અમરેલીમાં 39 ડિગ્રી,અમદાવાદમાં 38, સુરેન્દ્રનગર 37 અને રાજકોટ 39 રવિવારે તાપમાન નોંધાયું હતું. ફેબ્રુઆરીમાં આ વર્ષએ પહેલી વાર એવું બન્યું હશે કે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગએ લોકોને સાવચેતી રાખવા જણાવ્યું છે અને કામ વગર બહાર ના નિકળવા પણ સુચના આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.