ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટની ચૂંટણીમાં 13માંથી 10 બેઠકો બિનહરીફ થઈ હતી. જેમાં જનરલ કેટેગરીની 3 બેઠક પર પંકજ શુક્લા, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, સતીશ પટેલ, ધ્રુમિલ પટેલ, કૌશિક જૈન અને હસમુખ ચૌધરી મેદાનમાં ઉતર્યા હતા. આજે બપોરે યોજાયેલી ચૂંટણીનું સાંજે પરિણામ જાહેર થયું હતું.
જ્યારે 3 બેઠકો પૈકી ભાજપના વિદ્યાર્થી સંગઠનના 1 અને કોંગ્રેસ સમર્થિત 1 નેતાની જીત થઈ હતી. જેમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના ખાસ તથા PA ધ્રુમિલ પટેલ અને અમિત શાહના નજીક મનાતા કૌશિક જૈને સિન્ડિકેટની ચૂંટણી જીતી લીધી હતી. કૌશિક જૈન ભૂતપૂર્વ કોર્પોરેટરની સાથે ભાજપના સંગઠનમાં મંત્રી પણ છે, ઉપરાંત ગાંધીનગર લોકસભાની ચૂંટણીમાં અમિત શાહના સારથી પણ બન્યા હતા. કોંગ્રેસ સમર્થિત ઈન્દ્રવિજયસિંહ ગોહિલનો સૌથી વધુ 54 મતથી વિજય થયો હતો.