અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે ગુજરાત યુનિવર્સિટીના માનહાનિ કેસમાં અમદાવાદની કોર્ટે અરવિંદ કેજરીવાલ અને આપના નેતા સંજય સિંહ સામે સમન જાહેર કર્યું છે. અમદાવાદની ક્રિમિનલ કોર્ટે બંને નેતાઓની વિરુદ્ધ આ સમન એક અરજી પર જાહેર કર્યું છે. આ અરજી યુનિવર્સિટીના કુલસચિવ તરફથી જાહેર કરવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, હાઈકોર્ટના નિર્ણય બાદ બંને નેતાઓની પ્રેસ કોન્ફરન્સથી ગુજરાત યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે.
અરજદારની દલીલ: અરજદાર વકીલ અમિત નાયર જણાવ્યું હતું કે 31 માર્ચના રોજ ગુજરાત હાઇકોર્ટએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડીગ્રી સંબંધતી ડોક્યુમેન્ટ આપવા ના જોઈએ. બીજા દિવસે 1 એપ્રિલન રોજ અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન તેમજ ગુજરાત યુનિવર્સિટી વિશે ટ્વીટર અને અલગ અલગ માધ્યમો પર તેમજ બીજા દિવસે પણ તેજ પ્રમાણે ગુજરાત યુનિવર્સિટી વિશે વાત કરી હતી. હાઇકોર્ટમાં ચુકાદામાં સામે આવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટમાં પહેલાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડોક્યુમેન્ટ ઉપલોડ છે. આ બંને પહેલાથી જાણ હોવા છતાં પણ આવી રીતે ઉશ્કેવારનો પ્રયત્ન કર્યો હતો.
આ પણ વાંચો Rahul Gandhi rally in kolar: અટકને લઈ જ્યાંથી વિવાદ શરૂ થયો એ જ કોલારમાં રાહુલ ગાંધી રેલીને સંબોધિશે
કેજરીવાલની સમસ્યા વધી: વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા 12 તારીખે કોર્ટમાં ડૉ. પિયુષ પટેલ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવું હતી. તે દિવસે કોર્ટ દ્વારા વેરિફિકેશન કર્યું હતું અને કોર્ટ દ્વારા પણ જાહેર કરવામાં આવ્યું કે તેમના ડોક્યુમેન્ટ ઓનલાઈન જોવા મળ્યા હતા. જેના સંદર્ભે કોર્ટ દ્વારા તેમની પર કેસ દાખલ થવો જોઇએ. આગામી 23 મેં સંજય સિંહ અને અરવિંદ કેજરીવાલને કોર્ટમાં હાજર રહેવું પડશે.
આ પણ વાંચો Karnataka Political News : BJP MLA મદલ વિરુપાક્ષપ્પાને શરતી જામીન મળ્યા બાદ જેલમાંથી મુક્ત થયા
અરવિંદ કેજરીવાલને દંડ: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે ગુજરાત રાજ્યના સ્ટેટ લીગલ સર્વિસ ડિપાર્ટમેન્ટ દ્વારા દંડની રકમ જમા કરવાની જન કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મેળવવા બાબતે સીઆઇસીએ છે આદેશ કર્યો હતો તેને ગુજરાત હાઇકોર્ટે રદ કર્યો હતો. અરવિંદ કેજરીવાલને 25,000 નો દંડ ફટકાર્યો હતો. આ દંડની રકમને હાઇકોર્ટે ગુજરાત રાજ્યના સ્ટેટ લીગલ સર્વીસ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવવા માટે આદેશ આપ્યો હતો.