અમદાવાદ: વિશ્વભરમાં ચાલી રહેલી કોરોના વાઇરસની મહામારીની અસર શિક્ષણ પર પડી છે. માર્ચ મહિનાથી કોરોના વાઇરસની શરૂઆત થઇ હતી, ત્યારથી જ વિદ્યાર્થીઓની તમામ પરીક્ષા રદ કરવામાં આવી હતી, ત્યારે હવે 2 અને 13 જુલાઈથી શરૂ થનારી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે.
યુનિવર્સિટી દ્વારા કેટલાક વિદ્યાશાખાઓમાં માસ પ્રમોશન આપવામાં આવ્યા હતા. તો કેટલાકની પરીક્ષા લેવાની હતી, ત્યારે હવે નવું સત્ર પણ શરૂ થશે, ત્યારે નવા એડમીશન શરુ કરવામાં આવશે, ત્યારે યુનિવર્સિટી દ્વારા માસ પ્રમોશન આપવામાં આવશે કે, નહિ તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી અને માત્ર હાલ પુરતી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી રહી છે.