ETV Bharat / state

ગુજરાતની 6 કોલેજ થશે બંધ, વિદ્યાર્થીઓ નહીં મળતાં કોલેજ તંત્રએ લીધો નિર્ણય - Gtu News

અમદાવાદઃ ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટી સંલગ્ન ફાર્મસી અને એન્જિનિયરિંગની 6 કોલેજોએ પોતાના અભ્યાસક્રમ બંધ કરવા માટે યુનિવર્સિટીને ક્લોઝર નોટિસ મોકલી છે.

GTU
author img

By

Published : May 15, 2019, 5:40 PM IST

Updated : May 15, 2019, 6:34 PM IST

વિદ્યાર્થીઓ ન મળતાં કોલેજોએ કોલેજ બંધ કરવા માટે ક્લોઝર નોટિસ પાઠવી છે. જેમાં મહેસાણા અને હિંમતનગરની ફાર્મસી અને સિધ્ધપુર તથા જૂનાગઢની મેનેજમેન્ટ કોલેજ સામેલ છે. જ્યારે રાજકોટની એમસીએ અને ગાંધીનગરની એન્જિનિયરિંગ કોલેજ બંધ થશે. એક એન્જિનિયરિંગ કોલેજ બંધ થવા છતાં રાજ્યમાં 30 હજાર જેટલી બેઠકો ખાલી રહેશે.

આ વર્ષે સાયન્સમાં 1.46 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 95 હજાર જ પાસ થયા હતા. તે પૈકી A ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 39 હજાર હતી. તેમાંથી 45 ટકા ઉપરની ટકાવારી મેળવનાર મોટાભાગના એન્જિનિયરિંગમાં પ્રવેશને પાત્ર છે. આ ઉપરાંત 39 હજારમાંથી કેટલાકને બીએસસીમાં પ્રવેશ મળે છે. રાજ્યમાં એન્જિનિયરિંગની કોલેજોમાં 61 હજાર બેઠકો સામે રાજ્યમાંથી 39 હજાર વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેને પગલે અડધોઅડધ બેઠકો ખાલી રહેવાની શક્યતા છે.

R_GJ_AMD_11_15_MAY_2019_GTU_KARYAVAHI_STORY_YASH_UPADHYAY

જીટીયુ દ્વારા ઇન્સ્પેક્શન દરમ્યાન 190 જેટલી કોલેજો ને નોટિસ ફટકારાઇ.....

અમદાવાદ.....

જીટિયું દ્વારા કોલેજૉમાં યોગ્ય સવલતોને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં 190 કોલેજોને ઇન્સ્પેકશન દરમીયાન નોટિસ  ફટકારવામાં આવી છે અને કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.....

જીટીયુ દ્વારા ઇન્સ્પેકશન દરમિયાન સ્ટાફ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લેબોરેટરીની સુવિધાઓમાં અભાવ સામે આવતા દરેક કોલેજોમાં  31 મેં સુધી દરેક ખામીઓ દૂર કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે .જો કે મહત્વપૂર્ણ બાબત એ છે કે  ફરીવાર પણ ક્ષતિઓ સામે આવશે તો કોલેજોને નો એડમિશન ઝોનમાં મુકવામાં અને બંધ કરવા સુધીના પગલાં લેવામાં આવશે. આ બાબતે કુલપતિ જોડે ટેલિફોનિક વાત કરતા જણાવ્યુ હતું કે  હજુ પણ ઇન્સ્પેકશન ચાલશે અને તેના પર કડક  કાર્યવાહી કરી કોલેજ 50% એડમીશન ની સીટો બંધ કરી દેવામાં આવશે.

Last Updated : May 15, 2019, 6:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.