ETV Bharat / state

Students Suicide Rate : છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં આત્મહત્યા કેસના ચોંકાવનારા આંકડા કોંગ્રેસે જાહેર કર્યા

દેશમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના કેસના આંકડા કોંગ્રેસે જાહેર કર્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં આત્મહત્યા કરવામાં 26 ટકા વધારો થયો છે. વિદ્યાર્થીઓની આત્મહત્યા મામલે મહારાષ્ટ્ર પ્રથમ નંબરે છે તો ગુજરાત સાતમાં ક્રમાંક પર ચોંકાવનાર આંકડા સામે આવ્યા છે.

Students Suicide Rate : છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં આત્મહત્યા કેસના ચોંકાવનારા આંકડા કોંગ્રેસે જાહેર કર્યા
Students Suicide Rate : છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં આત્મહત્યા કેસના ચોંકાવનારા આંકડા કોંગ્રેસે જાહેર કર્યા
author img

By

Published : Apr 21, 2023, 4:02 PM IST

દેશમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના કેસના આંકડા કોંગ્રેસે જાહેર કર્યા

અમદાવાદ : દેશ અને રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. જેમાં જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં વિદ્યાર્થીની આત્મહત્યા કરવાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. વિદ્યાર્થીઓ સૌથી વધુ બેરોજગારી, મોંઘવારી, તણાવના કારણે આત્મહત્યા કરી રહ્યા છે.

આત્મહત્યાના કેસ સામે આવ્યા : કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દેશની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આત્મહત્યાના કેસ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. જે ચિંતાનો વિષય ગણાવી શકાય છે. દેશની નામાંકિત ઇન્સ્ટિટયૂટ IIT, IIM, NITS, AIIMS સેન્ટ્રલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીના આત્મહત્યાના કેસ સામે આવી રહ્યા છે. જેમાં વર્ષ 2018થી અત્યાર સુધી 103 જેટલા વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી છે. ગુજરાતમાં 2020, 2021 અને 2023માં પણ આ પ્રીમિયમ ઇન્સ્ટીટયુટમાં વિદ્યાર્થી દ્વારા આત્મહત્યાના કેસ સામે આવી રહ્યા છે.

આત્મહત્યાના અલગ અલગ કારણો : વધુમાં જણાવ્યું હતું કે, દેશની શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના આત્મહત્યા છેલ્લા 5 વર્ષમાં 32 ટકા જેટલો વધારો થયો છે. વર્ષ 2021માં લિસ્ટમાં રોજ 35 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું. એટલે કહી શકાય કે દર એક કલાકે એકથી બે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. દેશમાં આત્મહત્યા કરીને જીવન ટૂંકાવનાર સંખ્યાની વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ વર્ષમાં 26 ટકા જેટલો વધારો થયો છે. જેમાં 30 ટકાથી વધારે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે. સૌથી વધુ આત્મહત્યાનું કારણ અભ્યાસનું ભારણ, નાપાસ થવાનો ડર, બીમારી એકલતા, પ્રેમ, સંસ્થાનું વાતાવરણ, ગરીબી, આર્થિક પરેશાની બેરોજગારની તકો જવાબદાર છે.

આ પણ વાંચો : Professor Suicide : સરકારી કામના ભારણે પ્રોફેસરની આત્મહત્યાને લઈને કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર

મહારાષ્ટ્ર પ્રથમ નંબરે : વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં 2017માં 9,905 જ્યારે 2021માં 13000 વિદ્યાર્થીઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. જેમાં 18થી 30 વર્ષના વય ધરાવતા વિદ્યાર્થીઓ હતા. આત્મહત્યા કરનાર 33 ટકા OBC અને 20 ટકા SC જ્ઞાતિના વિદ્યાર્થીઓ હતા. જેમાં ADSI અને NCRBના રિપોર્ટમાં ચોંકાવનાર આવનાર વિગતો સામે આવી હતી. જેમાં વર્ષ 2017માં 45,217 લોકોએ જ્યારે વર્ષ 2021માં 56,543 લોકોએ આત્મહત્યા કરી હતી. વિદ્યાર્થીઓની મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે જ્યારે ગુજરાત સાતમા ક્રમે જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો : Surat Crime : જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા ગયેલી યુવતીનો મૃતદેહ મળ્યો, આત્મહત્યા વિશે શંકા

ચોંકાવનારા આંકડા સામે આવ્યા : સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ આત્મહત્યાની વાત કરવામાં આવે તો, 2017માં 9905 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી હતી. જ્યારે 2018માં 10,159, 2019માં 10,334, 2020માં 12,526, 2021માં 13089 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. જ્યારે ગુજરાતમાં 2017માં 638, 2018માં 570, 2019માં 575, 2020માં 597 અને 2021નો 622 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.