- ભારતમાં સ્ટાર્ટઅપની સફળતાનો દર 5થી 6 ટકા
- 1 ટકા સ્ટાર્ટઅપનું જ સફળ ઉત્કૃષ્ઠ પ્રદર્શન
- ગુજરાતમાં 200થી વધુ ઇન્ક્યુબેટર્સ કાર્યરત
અમદાવાદ : જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને L.G. Instituteના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અંગેના સેમિનારમાં EDIના પૂર્વ ડાયરેક્ટર દિનેશ અવસ્થીએ માહિતી આપી હતી કે, ભારતમાં સ્ટાર્ટઅપની સફળતાનો દર 5થી 6 ટકા છે. જયારે બીજી તરફ ગુજરાતમાં શરૂ થતા સ્ટાર્ટઅપમાંથી 55થી 60 ટકા સ્ટાર્ટઅપ સફળ રહે છે. તેમ ગુજરાત સ્ટાર્ટઅપ સેલ (Gujarat Startup Cell)ના સંયુક્ત કમિશ્નર ડી. આર. પરમારે જણાવ્યું હતું.
ઇન્ક્યુબેટર્સમાં ગુજરાતના યુવાનોને નવો વેગ મળશે
સ્ટાર્ટઅપ (Startup) વિશે વિશેષમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં 200થી વધુ ઇન્ક્યુબેટર્સ કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઇન્ક્યુબેટર્સમાં રાજ્યના ઉદ્યો સાહસિકો, આંતરપ્રિન્યોર્સ અને ઇનોવેટિવ વિચાર ધરાવતા યુવાનોના નવવિચારને વેગ મળી રહ્યો છે.
વિધાર્થીઓના નવા વિચારોને સાચી દિશા આપવી
દિનેશ અવસ્થીએ જણાવ્યું હતું કે, વિધાર્થીકાળથી જ બાળકોના ઇનોવેટીવ વિચારોને સાચી દિશા, માર્ગ મળે, બાળકોને પ્લેટફોર્મ પ્રાપ્ત થાય તો તેમાંથી બનતા સ્ટાર્ટઅપ સમાજમાં લાંબાગાળાની અસરકારક અસરો છોડે છે. સંયુક્ત કમિશ્નરે જણાવ્યું હતું કે, બાળકો, વિધાર્થીઓના નવા વિચારોને સાચી દિશા આપવાના હેતુથી જ રાજ્યની કોલેજ સહિત વિવિધ સ્થળોએ ઇનક્યુબેટર્સ કાર્યરત છે. જેમાં તજજ્ઞો દ્વારા આ નવવિચારો પર કાર્ય કરવામાં આવે છે. તેમાંથી સ્ટાર્ટઅપ ડેવલપ કરીને તેને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે.
આ પણ વાંચો : સી.વી.એમ યુનિવર્સિટીના છાત્રોને મળશે સ્ટાર્ટઅપ માટે સહાય
મેક ઇન ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્ટેન્ડ ઇન્ડિયા જેવી પહેલ હાથ ધરાઇ
દિનેશ અવસ્થીએ જણાવ્યુ હતું કે, વડાપ્રધાને દેશમાં નવાવિચારોને વેગ આપવા અને દેશમાં જોબ સિકર કરતા જોબ ગિવરની સંખ્યામાં વધારો કરવા મેક ઇન ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્ટેન્ડ ઇન્ડિયા જેવી પહેલ હાથ ધરવામાં આવી છે. કોઇપણ સ્ટાર્ટઅપની સફળતા પાછળ ત્રણ પરિબળો ઇનોવશન, પ્રોડક્ટસ અને માર્કેટ રહેલા છે. આ ત્રણ ક્ષેત્રે સાચી દિશામાં પ્રયત્ન કરવામાં આવે તો કોઇપણ સ્ટાર્ટઅપ જરૂરથી સફળતાના શિખરો સર કરે છે.
દેશમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત રાજ્યનું સ્થાન મોખરે
ગુજરાત સ્ટાર્ટઅપ સેલના સંયુક્ત કમિશ્નર ડી. આર. પરમારે જણાવ્યુંં હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા. ત્યારે તેઓએ સ્ટાર્ટઅપનું વિઝન જોયું હતું. તેમના કાર્યકાળ સમયથી જ ગુજરાતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ કાર્યરત રહી છે. આજે દેશમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત રાજ્યનું સ્થાન મોખરાનું છે.
જનરલ મેનેજર બારહટે સ્ટાર્ટઅપ પ્રોજેક્ટસની પરિકલ્પના સમજાવી
રાજ્ય સરકાર દ્વારા નવા વિચારો પર રીસર્ચ અને ડેવલપમેન્ટ કરવા માટે તમામ પ્રકારની માળખાગત સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સંયુક્ત કમિશ્નર અને અમદાવાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર બારહટે સ્ટાર્ટઅપ પ્રોજેક્ટસની પરિકલ્પના સમજાવી હતી. જિલ્લાના વિવિધ સરકારી વિભાગોના કર્મીઓમાં ગુજરાત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિશે જાગૃકતા કેળવાય તે માટેના વિચારો રજૂ કર્યા હતા.
આ પણ વાંચો -
- I Create અને ઇઝરાયેલના સ્ટાર્ટઅપ નેશનલ સેન્ટ્રલ વચ્ચે MOU સાઇન થયા
- ગુજરાત-યુએસના સ્ટાર્ટઅપ સાથે મળીને બિઝનેસ ઇકોસિસ્ટમ માટે સ્ટાર્ટઅપ એગેન્જમેન્ટ પ્રોગ્રામ શરૂ કરવા સીએમ રૂપાણીનું આહવાન
- ગુજરાતના હજારો વિદ્યાર્થીઓને મદદરૂપ બને છે GUSEC, ઇનોવેશન અને સ્ટાર્ટઅપ કક્ષામાં ગુજરાત બન્યું હબ
- એલ. જે. સ્ટાર્ટઅપ વીકનો પ્રારંભ થયો