અમદાવાદ: ગુજરાત પોલીસ દ્વારા સિટીઝન ફર્સ્ટ એપ્લિકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સરકારી આ એપ્લિકેશનમાં પોલીસની વિવિધ સેવાઓ પૈકી ગુનાનો ભોગ બનેલા વ્યક્તિ માટે પોતાના પોલીસ સ્ટેશનની હદ જાણવા આ એપ ઘણી મદદરૂપ બની રહે છે. જેમ કે, શહેરના કોઈક વિસ્તારની અંદર ચેઇન સ્નેચિંગનો ભોગ બને તો તેને ફરિયાદ નોંધાવવા કયા પોલીસ સ્ટેશનમાં જવું છે, તેનો ખ્યાલ હોતો નથી. જો યુવક જગ્યા પરથી પોલીસ સ્ટેશન જાણવા તે ફિચર પર ક્લિક કરી પોતે જ જગ્યાએ સ્નેચિંગના બનાવનો ભોગ બન્યો હતો. તે લોકેશન કયા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે, તે વગેરે વિગતો ગણતરીની સેકન્ડમાં જ જાણી શકે છે. આ એપમાં રાજ્યભરના તમામ પોલીસ મથકોના વિવિધ લોકેશન અપલોડ કરવામાં આવ્યા છે.
પોલીસ મથકોના વિવિધ લોકશનને જીપીએસ સિસ્ટમ સાથે કનેક્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત આ એપમાં પોલીસની વિવિધ અલગ-અલગ 14 જેટલી સેવાઓના ઓનલાઇન લાભ પણ સામાન્ય નાગરિક સરળતાથી મેળવી શકશે. સરકારના ઇ ગુજકોપ સર્વરથી અત્યાર સુધી પોલીસ ડિપાર્ટમેન્ટ કનેક્ટ હતો. પરંતુ હવેથી પબ્લિક પણ એન્ડ્રોઇડ એપ્લિકેશનના માધ્યમથી ઇ ગુજકોપ સાથે કનેક્ટ થઇ જશે. જે આધારે સામાન્ય નાગરિક સરળતાથી પોતાને કોઈપણ બનાવ અંગેની જાણ સ્થાનિક પોલીસ સાથે જ એપ્લિકેશનના માધ્યમથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ સુધી પણ સરળતાથી પહોંચાડી શકશે. જેમાં અલગ-અલગ 14 પ્રકારની સેવાઓ પોલીસ દ્વારા સામાન્ય નાગરિકોનો આપવામાં આવી રહી છે. જેનાથી સામાન્ય નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ ધીમે ધીમે વધી રહ્યો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે.
એપમાં પોલીસની આ તમામ સેવાઓનો સામાન્ય નાગરિકોને સરળતાથી લાભ મળી શકશે
- લોકોને પોલીસ સ્ટેશનમાંથી એફ.આઇ.આર મેળવવા માટે અનેક ધક્કા ખાવા પડતા હતા, ત્યારે હવે આ એપના માધ્યમથી રાજ્યના કોઇપણ પોલીસ સ્ટેશનની એફ.આઇ.આરની કોપી ઓનલાઇન મેળવી શકશે.
- અરજી કરવી હોય તો ઘરે બેઠા એપ્લિકેશન પર ક્લિક કરી અરજી સબમીટ કરી શકાશે. અરજદારને સબમિશન બાદ યુનિક નંબર મળવા સાથે જ જે તે ઈન્વેસ્ટીગેશન ઓફિસરની માહિતી પણ મળી શકશે. આ રીતે વ્યક્તિ પોતાની અરજી ટ્રેક પણ કરી શકશે.
- ગુમ થયેલા બાળકો અને વ્યક્તિઓનું ડેટા પણ એપમાં અપલોડ કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યભરના ગુમ થયેલા વ્યક્તિઓના નામ ફોટોગ્રાફ એડ્રેસ સહિતની અન્ય માહિતી પણ પોલીસ દ્વારા અપલોડ કરવામાં આવી છે. જે સામાન્ય નાગરિક સરળતાથી જોઇ શકાશે.
- સિનિયર સિટીઝનની નોંધણી માટે પણ પોલીસ મથક સુધી લાંબા થવું પડશે નહીં. આ એપ પર જ સિનિયર સિટીઝન નોંધણી પણ કરાવી શકાશે.
- ભાડુઆત ઘરઘાટી કે, ડ્રાઈવરની ડિટેલ પણ એપ પર સરળતાથી સબમીટ કરી શકાશે, એટલે કે, ઘરઘાટીની વિગતો માટે થઈ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહીં પડે.
- પોસ્ટમોર્ટમ રિપોર્ટ સહિતના વાંધા પ્રમાણપત્ર સહિતના સર્ટિફિકેટ પણ એપ પરથી હવે સામાન્ય નાગરિક મેળવી શકાય. તેવી સવલત ઉભી કરવામાં આવી છે.
- ઓળખ થાય તે માટે અજાણ્યા મૃત્યુ વ્યક્તિઓના ડેટા પણ હવે એપ્લિકેશન પર અપલોડ કરવામાં આવી રહ્યાં છે.
રાજ્યના કોઇપણ પોલીસ સ્ટેશનના નંબરો તથા જે-તે શહેર-જિલ્લા અને સ્થાનિક પોલીસ સ્ટેશનના પી.આઇ, IG સુધીના અધિકારીઓના નામ નંબર સહિતની વિગેરે માહિતી પણ હવે એપ્લિકેશન પર અપલોડ કરવામાં આવી રહી છે. જેનાથી સામાન્ય નાગરીકોને માહિતી મેળવવામાં સરળતા રહેશે.
આ એપમાં મહિલાઓ માટે પણ અલાયદી સવલત પૂરી પાડવામાં આવી છે. મહિલાઓ સાથેના અત્યાચાર દહેજ બાબતે ત્રાસ છેડતી કરી કે, રસ્તામાં કોઈ પણ પ્રકારની હેરાનગતિ થાય તો આ એપ્લિકેશનમાં મહિલા સ્થાનિક પોલીસ સ્ટેશન નામના ફિચર્સ પર ક્લિક કરી જગ્યા પરથી જ જે તે શહેરના મહિલા પોલીસ સ્ટેશનનો નંબર તથા મહિલા ઓફિસરનો નંબર મેળવી શકાશે. સાથે જ મહિલા આ નંબરથી સીધી જ મહિલા પોલીસ અધિકારી સાથે ગુનાના સંદર્ભમાં વાતચીત કરી શકશે. ગુજરાત પોલીસનો એક પ્રયાસ છે કે, જે રીતે ગુજરાત પોલીસની છબી ખરડાઇ રહી છે. તે સામાન્ય નાગરિકોમાં હવે વિશ્વાસ પાત્ર બની રહે તે હેતુસર રજા એપ્લિકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે હવે આગામી દિવસોમાં સામાન્ય નાગરિકોને કેટલી આશીર્વાદ રૂપ એપ્લિકેશન બની રહે છે, તે તો જોવું રહ્યું છે.